Posts

Showing posts with the label वेदामृतम्

वेदांग અને वेदांत

वेदामृतम् - એક સરળ વાત - ૧ वेदांग અને वेदांत આ બે શબ્દોનું ઉચ્ચારણ સમાન રીતે થાય છે પણ બંનેનો અર્થ અલગ થાય છે અને બંનેનું અસ્તિત્વ પણ અલગ છે. वेदांग = વેદનાં અંગો. વેદનાં 6-છ અંગો ...

वेदामृतम् - ६ यजुर्वेद परिचय

Image
वेदामृतम् - ६ यजुर्वेद परिचय ચાર વેદોમાં ऋग्वेद પછી यजुर्वेद નું સ્થાન છે. વાયુપુરાણતો यजुर्वेद ને ऋग्वेद થી પણ જુનો કહે છે. એટલે ભલે ક્રમમાં બીજું સ્થાન છે પણ મહત્વતો ઋગ્વેદનાં જેટલું જ છે. આ યજુર્વેદનો વિસ્તારથી પરિચય જોઈએ. 1) यजुर्वेद પરિભાષા : यजुर्वेद નાં મંત્રોને यजु: = यजुष्  કહેવામાં આવે છે. આ यजु:  શબ્દનાં ઘણા અર્થ થાય છે, પણ મુખ્ય અર્થ 'યજ્ઞ' થાય છે. પાણિનિમુનિ એ यज्ञ ની ઉત્પત્તિ यज् = યજન કરવું ધાતુથી બતાવી છે. બ્રાહ્મણગ્રંથોમાં यजु: ને यज् ધાતુ સંબંધિત બતાવ્યું છે. આ રીતે यजु: , यज् અને यज्ञ ત્રણેય શબ્દો એકબીજાનાં પર્યાય બને છે. આ રીતે યજ્ઞમંત્રો દ્વારા પરમજ્ઞાન આપતો ગ્રંથ તે યજુર્વેદ. 2) यज्ञ નું વાસ્તવિક સ્વરૂપ -યજ્ઞ અહિંસાત્મક છે : યજુર્વેદનાં મંત્રો યજ્ઞનું પ્રતિપાદન કરનારા છે. આથી જ પ્રાચીન ભારતની યજ્ઞ સંસ્થાઓનાં પરિચય અને  યજ્ઞ સંબંધી અધ્યયન માટે યજુર્વેદને મહત્વ આપવામાં આવ્યું છે. યજ્ઞની બે ધારાઓ/પ્રકાર છે. એક યજ્ઞનું સનાતન રૂપ જેનાથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઇ અને બાદમાં સૃષ્ટિનું પોષણ અને પરિવર્તન થતું રહ્યું છે. બીજું યજ્ઞનું લૌકિક સ્વરૂપ જે સંકલ...

ઋગ્વેદ પરિચય

वेदामृतम् - ५ ऋग्वेद परिचय 'ઋગ્વેદ' શબ્દમાં બે પદો રહેલાં છે,  ઋક્ અને વેદ. ઋક્ નો અર્થ આવો થાય છે- "ऋच्यते स्तूयते अनया देवा: सा ऋक्" "જે મંત્રો દ્વારા દેવતાઓની સ્તુતિ કરવામાં આ...

વેદ શબ્દનો અર્થ, વ્યાખ્યા.

वेदामृतम् - ४ 'वेद' નો અર્થ. 'वेद' શબ્દ 'જાણવું' અર્થવાળા સંસ્કૃત ધાતુ √विद ज्ञाने  માંથી વ્યુત્પન્ન છે. જાણવું એ કોઈ નિશ્ચિત જ્ઞાન સાથે સંબંધિત છે, તો આ ક્યુ ચોક્કસ જ્ઞાન છે?? તો એનો જવાબ છે સંપૂર્ણ બ્રહ્માંડ અને તેના રહસ્યોનું જ્ઞાન. અને આ રહસ્યોની જ્ઞાન મેળવનાર જ્ઞાતાનું પોતાનું સાચું સ્વરૂપનું જ્ઞાન એ જ વેદનો મુખ્ય વિષય છે. નિરુક્તકાર આચાર્ય યાસ્કે 'વેદ' શબ્દની નિરુક્તિ આ રીતે આપી છે- 'ऋषिर्दर्शनात्' " ઋષિઓએ જે જોયું તે (મંત્રો) અથવા ઋષિઓને જે (મંત્રો) નાં દર્શન થયા તે વેદ." આ ઋષિઓનાં દર્શનમાં વિવિધ દેવોની સ્તુતિ દ્વારા જ્ઞાન, સૃષ્ટિ વિષયક જ્ઞાન, અને બ્રહ્મતત્વ વિષયક તત્વજ્ઞાન એ ત્રણ પ્રકારનાં જ્ઞાન નો સમાવેશ થાય છે. આચાર્ય સાયણ વેદોનાં પ્રખ્યાત ભાષ્યકાર છે. તેઓ 'વેદ'ની વ્યાખ્યા આપતા કહે છે- "આપણે પ્રત્યક્ષ પ્રમાણ (નજર સામે જોઈને) કે અનુમાન પ્રમાણ (મન થી અનુમાન કરીને) દ્વારા જે ઉપાય-જ્ઞાન ને જાણી નથી શકતાં તેને વેદ થી જાણી શકાય છે." વેદની એક વ્યાખ્યા આ પણ છે- "विद्यन्ते ज्ञायन्ते लभ्यन्ते वा एभिर्धर्म...