Posts

Showing posts with the label મારી કવિતાઓ

શરમ આવે છે ને? (ભાવાનુવાદ)

शर्म आ रही है ना! – प्रसून जोशी શરમ આવે છે ને ! ( ભાવાનુવાદ) શરમ આવે છે ને ?, એ સમાજ ને, જેણે એના જન્મ પર મન મૂકી ને ઉત્સવ નથી ઉજવ્યો! શરમ આવે છે ને ?, એ પિતાને, જેણે એના દીકરી હોવા પર એક દીવો ઓછો પેટાવ્યો! શરમ આવે છે ને ?, એ રીતિઓને, એ રીવાજો ને, એ સાંકળો ને, એ બારણાઓ ને, શરમ આવે છે ને ?, એ વડીલો ને, જેણે એના અસ્તિત્વ ને માત્ર અંધકાર સાથે જોડ્યો! શરમ આવે છે ને ?, એ ઓઢણી ને, એ પહેરવેશ ને, જેણે એને અંદર થી જ તોડી! શરમ આવે છે ને ?, શાળાઓને, ઓફિસો ને, રસ્તાઓ ને, ઈમારતો ને, શરમ આવે છે ને ?, એ શબ્દો ને, એ ગીતો ને, જેણે એને ક્યારેય એક શરીર થી વધારે સમજી નથી! શરમ આવે છે ને ?, રાજનીતિ ને, ધર્મ ને, જ્યાં વારંવાર અપમાનિત થયા એના સ્વપ્નો! શરમ આવે છે ને ?, સમાચારો ને, આદર્શો ને, દીવાલો ને, તીક્ષ્ણ ભાલાઓ ને, શરમ આવવી જોઈએ, દરેક એવા વિચાર ને શરમ આવવી જોઈએ, જેણે પાંખો એની કાપી હતી! શરમ આવવી જોઈએ, એવા દરેક વિચાર ને શરમ આવવી જોઈએ, જેણે રોકી હતી એને ખુલા આકાશ તરફ જોતાં! શરમ આવવી જોઈએ આપ...

એક ઉપહાર

એક ઉપહાર... એક ઉપહાર એ બાઈને પણ આપજો, જે તમારા ઘરનો રસ્તો રોજ સાફ કરે છે, એક ઉપહાર એ બાઈને પણ આપજો, જે તમારા ઘર-ઓફીસ સ્વચ્છ રાખે છે, એક ઉપહાર એ ભાઈને પણ આપજો, જે આખી રાત જાગી તમારા ઘરનું રક્ષણ કરે છે, એક ઉપહાર એ મિસ્ત્રીભાઈને પણ આપજો, જેણે તમારા ઘરનાં ટેબલ-ખુરશી-બારી-બારણા બનાવ્યા છે, એક ઉપહાર એ લુહારભાઈને પણ આપજો, જેણે તમારા ઘરની મજબુત ગ્રીલ બનાવી છે, એક ઉપહાર એ ઈલેકટ્રીશિયનભાઈને પણ આપજો, જે લાઈટ જતા તરત તમારા બારણે આવી ઉભા રહે છે, એક ઉપહાર એ પ્લમ્બરભાઈને પણ આપજો, જેણે તમારા ઘરમાં પાણીની વ્યવસ્થા કરી આપી છે, એક ઉપહાર એ માળીભાઈને પણ આપજો, જેણે આપેલા ફુલ-તોરણ થી તમારું ઘર સજાવો છો, એક ઉપહાર એ શાકભાજીવાળાભાઈને પણ આપજો, જેના તાજા શાકભાજી થી બનેલું ભોજન આપ જમો છો, એક ઉપહાર એ ધોબીભાઈને પણ આપજો, જેણે ઈસ્ત્રી કરેલા કડક કપડાં આપ પહેરો છો, એક ઉપહાર એ વાણંદભાઈને પણ આપજો, જે તમારા વાળ-દાઢી સરસ રીતે કરી આપે છે, એક ઉપહાર એ મોચીભાઈને પણ આપજો, જેણે ચમકાવેલા પગરખાં તમે પહેરો છો, એક ઉપહાર એ ભાઈને પણ આપજો, જેણે ચમકાવેલી તમારી ફોરવ્હીલ તમે રોજ લઈને નીકળો છો, એક ...

ને તું યાદ આવે!

Image
એ મૃગનયની ને ... યાદોનું પોટલું ખોલું 'ને તું યાદ આવે! વિતેલી ક્ષણો સંભારું 'ને તું યાદ આવે! જાણે કઈ નગરીમાં છો તું? મોડી રાત જાગુ 'ને તું યાદ આવે! થોડી વાતો આપણી પુષ્પો સમી એ બાગમાં ટહેલું 'ને તું યાદ આવે! -નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય' ૨૦-૦૪-૨૦૧૬

એ મૃગનયની ને

Image
એ મૃગનય ની ને.... તારા વાળમાં મહેકતો ગજરો હું સેંથાનાં સિંદુરની લાલાશ હું લાલટમાં ચમકતો આભલો હું ભ્રમરોનો કામણગારો વળાંક હું તારી આંખનું આંજણ હું ગાલનો ભરાવો હું કર્ણે ઝુલતા કુંડળ હું નામણાં નાકની નથડી હું અધરોની મધુરતા હું કંઠે ઝુલતો હાર હું કેડ નો કંદોરો હું હાથનો ચુડલો હું પવને લહેરાતી ઓઢણી હું ઘાઘરાનો ઘેરાવો હું પગમાં રણકતી ઝાંઝર હું પાનીનાં અળતાં માં હું તારા અંગે અંગમાં હું ને મારા રોમે રોમમાં તું ! -નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય' ૧૬ એપ્રિલ ૨૦૧૬