આજે 15 નવેમ્બર, આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાનો જન્મદિવસ બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875નાં દિવસે ઉલીહાતુ ગામ, રાંચી, ઝારખંડમાં થયો હતો. બિરસાએ પ્રાથમિક શિક્ષા સાલ્ગ ગામમાં મેળવી ત્યારબાદ 1886માં ચાઈબાસા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. બ્રિટિશ સરકાર દ્વારા આદિવાસીઓ પર થતા અત્યાચારો જોઈ બિરસાનું મન વારંવાર વિચલિત થઇ જતું. 1894માં છોટાનાગપુરમાં ચોમાસું સારું ન થતા ભયંકર દુષ્કાળ અને મહામારી ફેલાઇ. આ સમયે બિરસાએ આદિવાસીને એકત્ર કર્યા અને બ્રિટિશ સરકાર સામે લગાન માફ કરાવવા આંદોલન કર્યું. આદિવાસીઓ બિરસા ને ભગવાન માનવા લાગ્યા. બિરસાએ આદિવાસીઓ ને નારો આપ્યો- "अबुआ: दिशोम रे अबुआ: राज" 'અમારા દેશમાં અમારું શાસન' આ નારા સાથે આદિવાસીઓ એ જળ, જમીન અને જંગલ માટે 'ઉલગુલાન આંદોલન' કર્યું. આદિવાસીઓ અંગ્રેજો સામે ઝૂક્યા નહિ. 1895 માં બિરસા ને પકડી લેવામાં આવ્યા અને 2 વર્ષ સુધી જેલમાં કેદ કરવામાં આવ્યા. બિરસા જેલમાં હોવા છતાં એમણે સળગાવેલી આંદોલનની આગ એમના શિષ્યો એ સળગતી જ રાખેલી. 1897માં જેલ માંથી બહાર આવતાં જ બિરસા એ 400 આદિવાસીઓ ને એકત્ર કાર્ય અને તીર-કા...