Posts

રાણી દુર્ગાવતી

Image
રાજપૂત વીરાંગના રાણી દુર્ગાવતી. चन्देलों की बेटी थी, गौंडवाने की रानी थी, चण्डी थी रणचण्डी थी, वह दुर्गावती भवानी थी..... રાણી દુર્ગાવતી કાલિંજરનાં ચંદેલ વંશીય રાજા કીર્તિસિંહનાં પુત્રી હતા. તેમનો જન્મ 5 ઓક્ટોબર 1524નાં દિવસે થયો હતો, ત્યારે દુર્ગાષ્ટમી હતી આથી જ એમનું નામ દુર્ગાવતી રાખવામાં આવ્યું. દુર્ગાવતીનું સૌંદર્ય અપ્રતિમ હતું. રાજા કીર્તિસિંહે દુર્ગાવતીનો ઉછેર રાજકુમારની જેમ જ કર્યો હતો. યુદ્ધકલા સાથે રાજ્ય શાસન પણ શીખવ્યું. દુર્ગાવતીનાં વિવાહ ગૌડ વંશીય પ્રતાપી રાજા દલપતશાહ સાથે થયા હતાં. એમનું રાજ્ય ગઢમંડલા હતું. લગ્નનાં એક વર્ષ બાદ પુત્ર પ્રાપ્તિ થઇ જેનું નામ નારાયણસિંહ રાખવામાં આવ્યું. લગ્નનાં ચાર વર્ષ બાદ તેમનાં પતિ રાજા દલપતશાહનું અવસાન થતાં દુર્ગાવતીએ પોતાના ત્રણ વર્ષનાં પુત્રને રાજા તરીકે નિયુક્ત કર્યા અને પોતે જ રાજ્ય ચલાવવા લાગ્યા. એમનાં શાસનમાં ગઢમંડલાનો ખુબ વિકાસ થયો. અનેક મંદિરો, મઠો, ધર્મશાળાઓ, કુવાઓ બનાવ્યાં. રાણીએ ત્રણ મોટા તળાવો પણ બનાવ્યાં જેનાં નામ છે- ૧.વિશ્વસનીય દાસી ચેરીનાં નામ પર થી ચેરી તળાવ. ૨.વિશ્વસનીય દિવાન-સેનાપતિ આધારસિંહ નાં નામ પર થી આધાર તળાવ....

બિરસા મુંડા - આદિવાસી ક્રાંતિકારી

Image
આજે 15 નવેમ્બર, આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાનો જન્મદિવસ  બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875નાં દિવસે ઉલીહાતુ ગામ, રાંચી, ઝારખંડમાં થયો હતો. બિરસાએ  પ્રાથમિક શિક્ષા સાલ્ગ ગામમાં મેળવી ત્યારબાદ 1886માં ચાઈબાસા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. બ્રિટિશ સરકાર દ્વારા આદિવાસીઓ પર થતા અત્યાચારો જોઈ બિરસાનું મન વારંવાર વિચલિત થઇ જતું. 1894માં છોટાનાગપુરમાં ચોમાસું સારું ન થતા ભયંકર દુષ્કાળ અને મહામારી ફેલાઇ. આ સમયે બિરસાએ આદિવાસીને એકત્ર કર્યા અને બ્રિટિશ સરકાર સામે લગાન માફ કરાવવા આંદોલન કર્યું. આદિવાસીઓ બિરસા ને ભગવાન માનવા લાગ્યા. બિરસાએ આદિવાસીઓ ને નારો આપ્યો- "अबुआ: दिशोम रे अबुआ: राज" 'અમારા દેશમાં અમારું શાસન' આ નારા સાથે આદિવાસીઓ એ જળ, જમીન અને જંગલ માટે 'ઉલગુલાન આંદોલન' કર્યું. આદિવાસીઓ અંગ્રેજો સામે ઝૂક્યા નહિ. 1895 માં બિરસા ને પકડી લેવામાં આવ્યા અને 2 વર્ષ સુધી જેલમાં કેદ કરવામાં આવ્યા. બિરસા જેલમાં હોવા છતાં એમણે સળગાવેલી આંદોલનની આગ એમના શિષ્યો એ સળગતી જ રાખેલી. 1897માં જેલ માંથી બહાર આવતાં જ બિરસા એ 400 આદિવાસીઓ ને એકત્ર કાર્ય અને તીર-કા...

પ્રોફેસર હરિવલ્લભ ભાયાણી

Image
આજે 26 મે સંસ્કૃત વિદ્વાન અને ગુજરાતી લેખક આદરણીય પ્રોફેસર હરિવલ્લભ ભાયાણીનો જન્મદિવસ. હરિવલ્લભ ભાયાણીનો જન્મ 26 મે 1917નાં દિવસે ભાવનગરનાં મહુવામાં થયો હતો.તેમનો પરિવાર જૈન સ્થાનકવાસી સંપ્રદાયની અનુઅયાયી હતો. 1934 માં મહુવાની M.N. Highschool માં મેટ્રીક પાસ કર્યા બાદ 1939માં ભાવનાગરની શામળદાસ આર્ટસ કોલેજમાં મુખ્ય વિષય સંસ્કૃત સાથે B.A. ની ડિગ્રી મેળવી. 1941માં ભારતીય વિદ્યાભવન મુંબઇમાંથી મુખ્ય વિષય સંસ્કૃત અને અર્ધમાગધી સાથે M.A. ની ડિગ્રી મેળવી. 1951 માં જૈનમુનિ જિનવીજયજીનાં માર્ગદર્શનમાં જૈનકવિ સ્વયંભુવદેવ દ્વારા અપભ્રંશ ભાષામાં લખાયેલ રામનાં જીવન આધારિત મહાકાવ્ય 'પૌમાચરીય' પર શોધકાર્ય કરી Ph.D. ની પદવી મેળવી. હરિવલ્લભજી 1945 થી 1965 સુધી ભારતીય વિદ્યાભાવનમાં પ્રોફેસર તરીકે રહ્યા ત્યારબાદ 1965 થી 1975 ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી માં પ્રોફેસર તરીકે રહ્યાં હતાં. 1980માં લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી ઇન્સ્ટિટયૂટમાં પણ યોગદાન આપેલ. એ જ વર્ષે કેરળના તિરુવનંતપુરમ સ્થિત ઇન્ટરનેશનલ સ્કુલ ઓફ દ્રવીડિયન લેન્ગવેસ્ટીક માં પણ વ્યાખ્યાન આપ્યાં હતા. 1993માં એમને લંડન યુનિવર્સિટીના...

ક્રાન્તિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા

Image
જ 30 માર્ચ આજે ક્રાન્તિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની પુણ્ય તિથિ છે. ભારતની આઝાદી માટે અનેક ક્રાંતિકારીઓને વર્માજી દ્વારા પ્રેરણા મળી હોવા થી એમને 'ક્રાન્તિગુરુ' કહેવામાં આ...

જગદગુરુ આદિ શંકરાચાર્ય

Image
આજે  11 મે 2016 વૈશાખ સુદ પંચમી આજે જગદગુરુ આદિ શંકરાચાર્યનો 1228મો જન્મ દિવસ છે શંકરાચાર્ય નો જન્મ કેરળનાં કાલડી ગામમાં નામ્બુદ્રી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો 3 વર્ષે ઉપનયન થયા, 5 ...

સરદારસિંહ રાણા

Image
સરદારસિંહ રાણા સરદારસિંહ રાણાનો જન્મ 10 એપ્રિલ 1870માં કંથારીયા ગામ, લીંબડી, સુરેન્દ્રનગરમાં થયો હતો. રાણાજી મહાત્મા ગાંધીનાં સહાધ્યાયી હતા. પૂના ની ફર્ગ્યુસન કોલેજમાં લોકમાન્ય તિલક અને સુરેન્દ્રનાથ બેનરજીનાં સંપર્કમાં આવતા આઝાદી ચળવળમાં પ્રવેશ્યાં. 1900 માં લંડનમાં બાર-એટ-લો ના અભ્યાસ દરમિયાન શાયમજી કૃષ્ણ વર્માનાં સંપર્કમાં આવ્યા. વર્માજી ભારતની બહાર રહી આઝાદી ચળવળ ચલાવતા. રાણાજી વર્માજી અને મેડમ ભીખાયઇજી કામા એ મળીને લંડન માં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી. 1907 માં લંડન માં આંતરરાષ્ટ્રીય સોશાલિષ્ટ પરિષદના પ્રથમ અધિવેશનમાં રાણાજી એ મેડમ ભીખાયઇજી કામા સાથે હિન્દુસ્તાન નો પ્રથમ ત્રિરંગો ધ્વજ ફરકાવેલો. ( આ ત્રિરંગો આજે પણ રાજુભાઇ રાણા સાહેબે સાચવી રાખેલો છે.) ભારતમાં બ્રિટિશ સરકાર પર જે જે  બૉમ્બ ધડાકા થતા તેમનાં તાર રાણાજી સુધી જોડાયેલા હતા. મદનલાલ ઢીંગરા એ કર્નલ વાયલીને જે બંદુક થી મારેલો એ બંદુક પણ રાણાજીની હતી. આઝાદીની ચળવળ સાથે રાણાજી એ શિક્ષણ ક્ષેત્રમાં પણ અતુલ્ય યોગદાન આપેલું હતું. સાવરકરજી સહીત કેટલાય યુવાનો એ રાણાજીની સ્કોલરશીપથી અભ્યાસ કરેલો હતો. રાણાજી એ એક લ...

ભગતસિંહના આદર્શ ક્રાંતિવીર કરતારસિંહ સરભા

Image
ક્રાંતિવીર ભગતસિંહ ના આદર્શ એવા મહાન ક્રાંતિકારી કરતારસિંહ સરભા જન્મ 24 મે 1896 માં પંજાબના લુધિયાણાના સરભા ગામે શીખ પરિવારમાં થયો હતો.મેટ્રીક લુધિયાણાની માળવા ખાલસા હાઇસ્કૂલમાં પાસ કર્યા બાદ 1912 માં કેલિફોર્નિયાની યુનિવર્સિટી University of California at Barkley માં કેમેસ્ટ્રી ની ડિગ્રી માટે પ્રવેશ મેળવ્યો. કરતારસિંહને બ્રિટિશ સરકાર સામે ખુબ રોષ હતો અને તેઓ નિર્ભય બનીને ખુલ્લે આમ વ્યક્ત પણ કરતાં, બ્રિટિશ સરકાર પ્રત્યેનો એમનો રોષ એટલો વધી ગયો કે 1913 માં ભારતને આઝાદ કરવાની ચળવળ માટે એમને ગદર પાર્ટી ની સ્થાપના કરી. તેમની ગદરપાર્ટી નું ધ્યેય વાક્ય હતું - " દેશની સ્વતંત્રતા માટે બધું જ દાવ પર લગાવી દો." ગદરપાર્ટીમાં ઘણા બધા યુવાનો જોડાયા. 1 નવેમ્બર 1913નાં રોજ ગદરપાર્ટી એ 'ગદર' સમાચારપત્ર બહાર પાડ્યું. આ સમાચારપત્રનો મુખ્ય ધ્યેય બ્રિટિશ સરકારનો સાચો ચહેરો સામે લાવવાનું હતું. આ ગદર સમાચારપત્ર હિન્દી ઉપરાંત પંજાબી,ગુજરાતી,બંગાળી,ઉર્દૂ અને પુશ્તો એમ કુલ 6 ભાષામાં પ્રકાશિત કરવામાં આવતું. આ સમાચારપત્ર ભારતમાં અને ભારત બહાર રેહતા ભારતીયો સુધી પહોંચ્યું. અને આથી જ થોડાક જ સ...