Posts

Showing posts from 2026

અભિમાની ઇન્દ્રનું અગત્સ્યનો વધ કરવા પ્રવૃત્ત થવું.

ઇન્દ્ર પોતાના પરાક્રમ સાથે અભિમાનનાં કારણે પણ પ્રખ્યાત છે. સામવેદનાં કેનોપનિષદમાં યક્ષોપાખ્યાનમાં ઇન્દ્રનું જે અભિમાન બતાવાયું છે એનાં પહેલાં ઋગ્વેદમાં પણ ઇન્દ્રનું અભિમાનીપણું બતાવાયું છે. અને  અભિમાનમાં પૂર્ણ રીતે ડૂબેલો ઇન્દ્ર ઋગ્વેદમાં એક જગ્યાએ અગત્સ્યનો વધ કરવાં માટે પણ તૈયાર થઇ જાય છે. આ સંપૂર્ણ ઘટના ઋગ્વેદનાં પ્રથમ મંડળનાં સૂક્ત 165 થી 170 એક કુલ 6 સૂક્તમાં બને છે. આમાંથી 165 અને 170 બંને સંવાદસુકતો છે, આમાં અગત્સ્ય-ઇન્દ્ર-મરુતગણો એમ ત્રિપક્ષી સંવાદ છે. અગત્સ્ય મિત્રાવરુણિનું ઋષિત્વ ચારેય વેદોમાં દૃષ્ટિગોચર થાય છે. મિત્રાવરુણનાં પુત્ર હોવાથી એમને 'મિત્રાવરુણિ' કહેવામાં આવે છે. સપ્તઋષિઓમાં અગત્સ્યનું નામ પણ પ્રતિષ્ઠિત છે. અગત્સ્ય અને વસિષ્ઠ બંનેને મિત્રાવરુણ અને ઉર્વશી અને ઉર્વશી દ્વારા ઉત્પન્ન થયેલ માનવામાં આવે છે.(૧) આચાર્ય સાયણે ઋગ્વેદ ભાષ્યમાં અગત્સ્યનાં ઋષિત્વનું સ્પષ્ટ વિવેચન કર્યું છે- "मरुतां वाक्यमन्त्यस्तृचोऽगत्स्यस्य" (૨) પણ એવું તો શું કારણ સંભવે છે કે ઇન્દ્ર અગત્સ્યનો વધ કરવાં તૈયાર થઇ જાય છે!?? જોઈએ સમગ્ર ઘટના. ******************************...