ક્યારે,કેવી રીતે અને કેમ દ્વારકાનગરીનો નાશ થયો??


કયારે, કેમ અને કેવી રીતે ડૂબ્યું દ્વારકા.

ll શ્રી કૃષ્ણ ની નગરી દ્વારકા મહાભારત યુદ્ધ ના ૩૬ વર્ષ પછી દરિયા માં ડૂબી જાય છે, દ્વારકા ના સમુદ્ર માં ડૂબ્યા પહેલા શ્રી કૃષ્ણ સહિત બધા યદુવંશી પણ મરી જાય છે, બધા યદુવંશી ઓ ના મર્યા પછી દ્વારકા ના સમુદ્ર માં વિલીન થવા પાછળ મુખ્ય રૂપે બે ધટનાઓ જવાબદાર છે.એક માતા ગાંધારી દ્વારા શ્રી કૃષ્ણ ને આપેલ શ્રાપ અને બીજું ઋષીઓ દ્વારા શ્રી કૃષ્ણ પુત્ર સાંબ ને આપેલ. મહાભારત યુદ્ધ ની સમાપ્તિ પછી જયારે યુધિષ્ઠિર નું રાજતિલક થઈ રહ્યું હતું ત્યારે કોવરો ની માતા ગાંધારી એ મહાભારત યુદ્ધ માટે શ્રી કૃષ્ણ ને દોશી કહીને શ્રાપ આપ્યો કે જે રીતે કોરવો ના વંશ નો નાશ થયો છે તે રીતે જ યદુવંશ નો પણ નાશ થશે.

મહાભારત યુદ્ધ પછી જયારે ૩૬ મુ વર્ષ ચાલુ થયું તો જુદા-જુદા અપશુકન થવા લાગ્યા, એક દિવસ મહર્ષિ વિશ્વામિત્ર, કણ્વ,દેવર્ષિ નારદ બધા દ્વારકા ગયા, ત્યા યાદવ કુળ ના કઈક નવયુવકો તેની સાથે મજાક કરવાનું વિચાર્યું, તે શ્રી કૃષ્ણના પુત્ર સાંબ ને સ્ત્રી વેશ માં ઋષીઓ પાસે લઈ ગયા અને કહ્યું કે આ સ્ત્રી ગર્ભવતી છે તેના ગર્ભ માંથી શું ઉત્પ્પન થશે, ઋષીઓ એ જયારે જોયું કે આ યુવક આમારું અપમાન કરી રહ્યો છે તો ગુસ્સે થઈ ને તેઓએ શ્રાપ આપ્યો કે શ્રી કૃષ્ણ નો અ પુત્ર વૃસની અને અંધકવંશી પુરુષો ના નાશ કરવા માટે એ લોઢા નું મુસલ ઉત્પ્પન કરશે, જેના દ્વારા તારા જેવા ક્રુર અને ક્રોધી લોકો નો સંહાર કરશે,તે મુસલ ના પ્રભાવ થી ખાલી શ્રી કૃષ્ણ અને બલરામ જ બચી શકશે,શ્રી કૃષ્ણ ને જયારે આ વાત જાણવા મળી તો તેઓએ કહ્યું કે આ વાત અવશ્ય સાચી થશે.

મુનીઓ ના શ્રાપના પ્રભાવ થી બીજા દિવસે જ સાંબ એ મુસલ ઉત્પ્પન કર્યો. જયારે આ વાત રાજા ઉગ્રસેન ને જાણવા મળી તો તેઓએ તે મુસલ ને ચોરી ને સમુદ્ર માં નાખી દીધો, તે પછી દ્વારકા માં ભયંકર અપશુકન થવા લાગ્યા,દરરોજ આંધી આવવા લાગી,ઉંદર એટલા વધી ગયા કે રસ્તા ઉપર લોકો કરતા ઉંદર વધારે દેખાવા લાગ્યા,તે રાતે સુતેલા મનુષ્ય ના વાળ અને નખ કોતરીને ખાવા લાગ્યા.

જયારે કૃષ્ણ એ નગર માં થતા અપશુકન ને જોયા તો તેઓએ વિચાર્યું કે કોરવો ની માતા ગાંધારી નો શ્રાપ સત્ય થવાનો સમય આવ્યો છે આ અપશુકનો ને જોઈ ને પક્ષ ના તેરમાં દિવસે અમાવસ્યા નો સહયોગ જાણીને શ્રી કૃષ્ણ કાળ ની અવસ્થા ઉપર વિચાર કરવા લાગ્યા,તેઓએ જોયું કે આ સમયે આવો જ યોગ બની રહ્યો છે,જેવું મહાભારત ના યુદ્ધ સમયે બન્યું હતું,ગાંધારી ના શ્રાપ ને સત્ય કરવા ના ઉદેશ્ય થી શ્રી કૃષ્ણ એ યદુવંશીઓ ને તીર્થયાત્રા કરવાની આજ્ઞા આપી.શ્રી કૃષ્ણ ની આજ્ઞા થી બધા રાજ્વંશીઓ સમુદ્ર ના તટ ઉપર પ્રભાસ તીર્થ આવી ને નિવાસ કરવા લાગ્યા. ll

-જીતુ ઠકરાર નો લેખ.

Comments

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

જાણો સંસ્કૃત નાટકો વિષે.