જાણો વેદમંત્રોનાં વિભાગ વિષે.

જાણો વેદમંત્રોનાં વિભાગ.

પ્રત્યેક વેદમંત્રોનાં ચાર વિભાગ છે.

૧.સંહિતા
સંહિતા એટલે વેદ મંત્રો નો એ ભાગ અથવા એવા વેદમંત્રો જેમાં દેવતાઓને આહ્વાન કરવામાં આવે છે, અથવા દેવતાઓને સંબોધી તેમની સ્તુતિ કરવામાં આવે છે. અત્યારે વેદમંત્રોનો આ સંહિતા ભાગ જ  'વેદ' તરીકે ઓળખાય છે.

૨.બ્રાહ્મણગ્રંથો
જે વેદમંત્રોનો સમૂહ યાગ એટલે કે યજ્ઞને લગતો છે તેને બ્રાહ્મણગ્રંથો કહેવામાં આવે છે. આમ યજ્ઞની વિધિ, પ્રકાર, વગેરેનો સમાવેશ થાય છે.

૩.આરણ્યક ગ્રંથો
જે વેદમંત્રોનો સમૂહ વાનપ્રસ્થ જીવન વિતાવી રહેલા વીતરાગ મનસ્વીઓ માટે કર્મ-વિધાનનું પ્રતિપાદન કરે છે તે આરણ્યકગ્રંથો.

૪.ઉપનિષદ
જે વેદમંત્રોમાં ગુરુ-શિષ્ય પ્રશ્નોત્તર દ્વારા  દાર્શનિક ચર્ચા કરે છે તે ઉપનિષદો.આમાં સૃષ્ટિને ઉત્પન્ન કરનાર તત્વ 'બ્રહ્મ', જીવ, જગત, માયા, અજ્ઞાન, બંધન અને મોક્ષ જેવી ચર્ચા મુખ્ય હોય છે.

जयतु संस्कृतम्
जयतु भारतम्

Comments

Post a Comment

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

જાણો સંસ્કૃત નાટકો વિષે.