ભારત રત્ન ડો.અબ્દુલ કલામ સાહેબ

આજે 15 ઓક્ટોબર

આપણાં 11માં રાષ્ટ્રપતિ આદરણીય એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબ (Avul Pakir Jainulabdeen Abdul Kalam) નો જન્મદિવસ છે.

કલામ સાહેબનો જન્મ 15 ઓક્ટોબર 1931નાં દિવસે  હાલનાં ધનુષ્કાડી ગામ, રામનાથપુરમ જિલ્લો, તામિલનાડુમાં થયો હતો.

(ત્યારે રામેશ્વરમ, રામનાદ જિલ્લો, મદ્રાસ પ્રેસિડેન્સી)

હાઇસ્કુલનો અભ્યાસ Schwartz Higher Secondary School, Ramanathapuram માં થયો હતો.

ત્યારબાદ 1954માં મદ્રાસ યુનિવર્સિટી સંલગ્ન Saint Joseph's College, Tiruchirappalli, માંથી physics -ફિઝિક્સ મેઈન વિષય સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું.

ત્યારબાદ 1955 થી 1958માં મદ્રાસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (MIT) માં aerospace engineering માં ડિગ્રી મેળવી.

ડિગ્રી પૂર્ણ કર્યા બાદ કલામ સાહેબ 1960માં ભારત સરકારનાં  Defence Research and Development Organisation (DRDO) ના Aeronautical Development  Establishment વિભાગમાં વૈજ્ઞાનિક તરીકે કાર્ય કરવાં જોડાયા.

1962 માં ડો.વિક્રમ સારાભાઈનાં અધ્યક્ષપદે ચાલતી કમિટી Indian National Committee for Space Research (INCOSPAR) અંતરિક્ષવિજ્ઞાનનાં ક્ષેત્રમાં કાર્ય કર્યું હતું.

1969 માં કલામ સાહેબને Indian Space Research Organisation (ISRO) માં ભારતનાં પ્રથમ સેટેલાઇટ લોન્ચિંગ વિહિકલ પ્રોજેક્ટનાં ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ SLV પ્રોજેક્ટ અંતર્ગત કલામસાહેબનાં માર્ગદર્શનમાં ISROના વૈજ્ઞાનિકોની ટિમ દ્વારા SLV-3 દ્વારા 1980 માં "રોહિણી" ઉપગ્રહ પૃથ્વીની ભ્રમણ કક્ષામાં સફળતા પૂર્વક તરતો મુકવામાં આવ્યો.

ત્યારબાદ કલામસાહેબે ISRO માં જ 1990માં Polar Satellite Launch Vehicle (PSLV) (જેનાં દ્વારા અત્યારે ઉપગ્રહ મોકલવામાં આવે છે એ રોકેટ) પ્રોજેક્ટ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો.

ત્યારબાદ ફરી એક વાર ભારત સરકારનાં Defence Research and Development Organization ( DRDO) માં કલામ સાહેબને Chief Scientific Adviser to the Prime Minister અને DRDOના Secretary તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ત્યાં તેમણે of the Defence 1992 થી 1999 સુધી કાર્ય કર્યું.

2002માં ભારતનાં 11માં રાષ્ટ્રપતિ બન્યા. તેમનો રાષ્ટ્રપતિ પદનો કાળ 25 July 2002 થી 25 July 2007 સુધીનો હતો.

રાષ્ટ્રપતિકાળ પૂરો થયા બાદ કલામ સાહેબે આ સંસ્થાઓમાં વીઝીટીંગ ફેલો પ્રોફેસર તરીકે સેવાઓ આપી-

1) Indian Institute of Management Shillong

2)Indian Institute of Management Ahmedabad,

3)Indian Institute of Management Indore.

4)Indian Institute of Science, Bangalore.

5)Indian Institute of Space Science and Technology Thiruvananthapuram (પ્રોફેસર સાથે ચાન્સેલર પદ)

6) Aerospace Engineering at Anna University.

7) Institute of Information Technology, Hyderabad.

8) Banaras Hindu University

અંતરિક્ષવિજ્ઞાનમાં રિસર્ચ કરવાં બાદલ વિશ્વની જુદી જુદી 40 યુનિવર્સિટીઓ એ એમને ડૉક્ટરેટ (Ph.D.) ડિગ્રી આપી છે.

વૈજ્ઞાનિક, પ્રોફેસર ઉપરાંત કલામસાહેબ સારા લેખક પણ હતાં. એમણે ઘણાં પુસ્તકો અને આત્મકથા પણ લખી છે.

27 July 2015 નાં દિવસે કલામ સાહેબ, Indian Institute of Management Shillong માં વક્તવ્ય આપતાં સમયે હૃદયરોગનો હુમલો થવાથી ઢળી પડ્યાં અને ત્યારબાદ થોડીક જ કલાકોમાં નજીકનાં હોસ્પિટલમાં એમનું મૃત્યુ થયું.

આપણે બધા ભાગ્યશાળી છીએ કે આવી મહાન વિભૂતિનાં સમયમાં આપણો જન્મ થયો.

જય માતૃભુમિ.

નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય'

Comments

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

જાણો સંસ્કૃત નાટકો વિષે.