સ્વયંસેવક કેવો હોવો જોઈએ?

5 ડિસેમ્બર 1942 નાં દિવસે પ્રાંત ગ્રામીણક્ષેત્રનાં કાર્યકર્તાઓની બેઠક, પુણેમાં પૂજ્ય ગુરુજી એ ડૉક્ટરજી વિષે આપેલા ભાષણનો એક ભાગ.

* * * * * * *

આપણાં કામમાં માત્ર શ્રદ્ધાનો ગુણ હોય તે પર્યાપ્ત નથી. તેની સાથે બુદ્ધિમત્તા અને નેતૃત્વ કુશળતાનો સંયોગ પણ હોવો જોઈએ. કેટલાક સ્વયંસેવકો માત્ર શ્રદ્ધાથી આવે છે, તેઓ ઉત્તમ અનુયાયી હોય છે. શ્રદ્ધામાં ક્યારેક ક્યારેક સ્વભાવનું ભોળપણ પણ હોય છે અને ક્યારેક ગાંડપણ ( શ્રદ્ધાનો અતિરેક ) પણ હોય છે, જે ન હોવું જોઈએ. આંધળી લૂલી શ્રદ્ધા શું કામની?

સ્વયંસેવક એવો હોવો જોઈએ જે કોઈપણ પરિસ્થિતિમાં પ્રેમનાં અનુશાસનથી લોકોનું નેતૃત્વ લઇ તેમને જરૂરી માર્ગદર્શન આપી શકે. આ વર્ષે આપણે એવા સ્વયંસેવકો  તૈયાર કરવાનું કામ કરવાનું છે. બાલ સ્વયંસેવક અન્યોને સંઘમાં લાવે છે તેમાં તેમનો નેતૃત્વનો ગુણ દેખાઈ આવે છે. સ્વયંસેવકોનો આ ગુણ વધારે પ્રમાણમાં વધારવાનો છે. એ પ્રકારનાં નેતાનું નિર્માણ કરવું એટલે વજ્રભેદી શક્તિનું નિર્માણ કરવા બરાબર છે. આપણાં સંઘકાર્ય થી આવી શક્તિ નિર્માણ થાય છે અને સમાજ બળવાન બને છે.

આપણાં સ્વયંસેવકોનું નેતૃત્વ અનુયાયીત્વના પાયા ઉપર ઉભું છે એ બાબતનો આપણે હંમેશા ખ્યાલ રાખવાનો છે. "જે શ્રેષ્ઠ આજ્ઞાંકિત છે તેને જ આજ્ઞા કેવી રીતે આપવી જોઈએ તથા કઈ રીતે તેનું પાલન કરાવી શકાય તેની સમજ છે" અને તેથી જ ઉકૃષ્ટ સ્વયંસેવક ઉત્કૃષ્ટ અધિકારી બની શકે છે. જેમને સાર્વજનિક કામનો અનુભવ ન હતો એવા ઘણા સ્વયંસેવકો સંઘમાં આવ્યા છે. આપણાં કાર્યમાંથી સંસ્કાર ગ્રહણ કર્યા બાદ આ જ સ્વયંસેવકો સમાજનાં નેતા બની શકશે.

ડૉક્ટરજી એક સ્વયંસેવકને હંમેશા કહેતા, "શું તારા શરીરમાં સંઘભૂતનો સંચાર થયો છે?" સંઘભૂતનાં સંચારનો અર્થ છે સંઘ જે કહે તે મુજબનો વ્યવહાર કરવો, સંઘનાં વિચાર અને વ્યવહાર પ્રમાણે પ્રત્યક્ષ આચરણ કરવું. એ સ્વયંસેવક પ્રેમનાં અનુશાસનનાં બળ ઉપર આજે એક પ્રાંતનું નેતૃત્વ કરે છે કારણ કે તે એક ઉત્તમ અનુયાયી બન્યો હતો.

* * * * * * *

શ્રી ગુરુજી સમગ્ર ખંડ 1 "આદરાંજલિ" નાં પ્રકરણ 4 "સંઘપ્રસાદના નિર્માતા" માંથી.

જય માતૃભુમિ.

Comments

  1. Wherever and in whatever position you are, do not forget that you are a Swayamsevak. Always and everywhere consider yourself as a "Sangh Pracharak" devoted to carrying the message of Sangh

    - Dr. Hedgewar

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

જાણો સંસ્કૃત નાટકો વિષે.