પૂજ્ય ગુરુજીનું પ્રથમ ભાષણ

તારીખ 3જી જુલાઈ, 1940.

સંઘનાં આદ્ય સ્થાપક અને પ્રથમ સરસંઘચાલક ડોક્ટર હેડગેવારજીનાં મૃત્યુનો તેરમો દિવસ.

નાગપુરનાં રેશમબાગ મેદાન ઉપર ડૉક્ટરજીનાં પાર્થિવ દેહને જ્યાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો એ જ જગ્યા ની સામે નવા સરસંઘચાલક ની જાહેરાત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

માનનીય શ્રી બાબાસાહેબ પાધ્યે એ નવા સરસંઘચાલક તરીકે માધવરાવ સદાશિવરાવ ગોળવલકર "ગુરુજી" ની નિયુક્તિની ઘોષણા કરતું ભાષણ કર્યું.

ત્યારબાદ ડૉક્ટરજીનાં વયોવૃદ્ધ કાકા શ્રી આબાજી હેડગેવારે નવા સરસંઘચાલક ને પ્રણામ આપતું ભાષણ કર્યું.

ત્યારબાદ પૂજ્ય ગુરુજીએ નૂતન  સરસંઘચાલક તરીકે પોતાનું પ્રથમ ભાષણ કર્યું.

જોઈએ આ ભાષણનાં થોડાક અંશો.

"ડૉક્ટરજી સ્વયં એક ઉચ્ચ આદર્શ હતાં. આવા મહાપુરુષની પૂજા કરવામાં પણ મને અભિમાન થશે.....પરંતુ આ પૂજા અબીલ-ગુલાલ, ચોખા કે પુષ્પથી નહિ થાય. જેની પૂજા કરવાની છે એના જેવા થવાનો પ્રયાસ કરવો એ જ સાચી પૂજા છે. "शिवो भूत्वा शिव यजेत्" એ આપણાં ધર્મની વિશેષતા છે."

"અમારા ડૉક્ટરજીએ મતમતાંતરોના કોલાહલમાં વિલીન થઇ જાય એવું નબળું સંગઠન અમારા હાથમાં સોંપ્યું નથી. અમારું સંગઠન એક અભેદ્ય કિલ્લો છે. એની કિલ્લેબંધી ઉપર ચંચુપ્રહાર કરનારાઓની ચાંચ ભાંગી જશે, પરંતુ અમારા ગઢને જરીએ આંચ નહિ આવે."

"અમારા ઉપર જેટલાં આક્રમણો થશે તેટલાં પ્રમાણમાં વધુ જોશથી, રબરનાં દડાની માફક ઉછળીને અમે ઉપર આવીશું. અને એ રીતે અમારી શક્તિ એકસરખી ગતિએ વધતી જશે.....અને એ શક્તિ એક દિવસ પોતાની પાંખમાં સમસ્ત રાષ્ટ્રને વ્યાપ્ત કરી લેશે."

સાધના પુસ્તક પ્રકાશન દ્વારા 1974માં પ્રકાશિત પુસ્તક "શ્રી ગુરુજી" નાં પ્રકરણ 4 "વિક્રમાદિત્યનું સિંહાસન" માંથી.

જય માતૃભુમિ.

Comments

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

જાણો સંસ્કૃત નાટકો વિષે.