સ્વયંસેવકનું ભાષણ કેવું હોવું જોઈએ?

5 ડિસેમ્બર 1942 નાં દિવસે પ્રાંત ગ્રામીણક્ષેત્રનાં કાર્યકર્તાઓની બેઠક, પુણેમાં પૂજ્ય ગુરુજી એ ડૉક્ટરજી વિષે આપેલા ભાષણનો એક ભાગ.

* * * * * * *

ઉગ્રતાથી બોલવાથી વૃત્તિ બનતી નથી. "अधजल गगरी छलकत जाए". પરંતુ અત્યંત ઊંડો ગંગાનો પ્રવાહ શાંતિથી વહે છે. ઉગ્ર ભાષણોથી લાગણીઓ ક્ષણ પૂરતી ભડકી શકે છે. ખૂબજ કર્તૃત્વ હોય તો ખુબ જ મૌનની જરૂર રહે છે, પછી ભલે લોકો ટીકા ટિપ્પણી કરે.

આપણાં હિંદુ સમાજમાં નિરંતરતાનો ગુણ અપવાદરૂપ છે તેમાં આટલી મોટી સંખ્યામાં લોકો સતત કાર્ય કરી રહ્યાં છે તે શું બતાવે છે? એ પ્રત્યક્ષ કાર્ય કરવાથી સંભવ બન્યું છે અને તે દૃથ સંસ્કારોની પરિણતિ છે. માત્ર બોલવાથી કંઈ થયું નથી.

ભાષાણોમાં રક્તમાંસનો વ્યર્થ ઉલ્લેખ કરવો એ હાસ્યાસ્પદ લાગે છે. ભાષણ અથવા બોલવાનું સરળ અને શુદ્ધ પરંતુ મનને આકર્ષિત કરે એવું સંયમવાળું હોવું જોઈએ. આપણું કામ સંગઠનનું છે અને તે માટે જરૂરી અભ્યાસ આપણે પ્રયત્નપૂર્વક કરવો જોઈએ.

* * * * * * *

શ્રી ગુરુજી સમગ્ર ખંડ 1 "આદરાંજલિ" નાં પ્રકરણ 4 "સંઘપ્રસાદના નિર્માતા" માંથી.

જય માતૃભુમિ.

Comments

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

જાણો સંસ્કૃત નાટકો વિષે.