Posts

Showing posts from February, 2017

વિમળા થી નિર્મળા

"વિમળા થી નિર્મળા" ઉનાળાનાં દિવસો. સુરજ બરોબરનો તાપ વરસાવતો હતો. હાઇવે ને જોડતા, ગામની બહાર જવાના પાછળનાં રસ્તા પર વિમળા એના બે દીકરાઓને લઈને ઉતાવળી જતી હતી. જેવી રીતે ઉતાવળી ગાય કસાઈઓથી બચવા ઉતાવળી થાય એમ જ. વિમળાએ ફાટેલી સાડીનાં છેડાથી અડધું મોઢું ઢાંકયું હતું. અને એ જ સાડીથી કાખમાં તેડેલ બે વર્ષનાં નાના દીકરા ને તાપ થી બચાવવા ઢાંકી દીધેલો હતો. મોટો દીકરો દેવો પાંચ વર્ષનો. આંગળી એ પકડી ને નીકળી. "બા...બા....મારે પાણી પીવું  સે...બઉ તરસ લાગી સે!" "આજ થોડુંક સહન કરી લે મારા પેટ!, હમણાં હાઇવે પોગી જાહું... ઉતાવળો હાલ!" પ્રથમ વારનો પ્રયત્ન નિષ્ફળ ગયો પછી વિમળા બીજી વાર પોતાના સાસરેથી ભાગી નીકળી. આ એની પાસે છેલ્લી તક હતી. સાસરિયાઓનાં અત્યાચાર માંથી છુટવાની. થોડાંક આગળ જતાં જ મોટા દીકરાએ પહેરેલ એક સ્લીપર તુટયું. "બા....મને પગમાં બળે છે...મનેય તેડી લે ને!" "મારા પેટ! આ લે....તું મારા ચપ્પલ પેરી લે, જો તને તેડીશ તો હું ધીમી પડીશ અને હાઇવે પોગ્યાં પેલાં કોઈ જોઈ જશે તો....." નાના પગમાં વિમળાનાં પગનાં મોટા ચપ્પલ! એટલે પગ થોડા પાછળ પડવા