Posts

Showing posts from March, 2017

જગદગુરુ આદિ આદિશંકરાચાર્ય

જગદગુરુ આદિ શંકરાચાર્ય શંકરાચાર્યનો જન્મ કેરળનાં કાલડી ગામમાં ઇસ 788 માં થયો હતો. તેઓ નામ્બુદ્રી બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતાં. એમનાં માતાનું નામ આર્યામ્બા હતું. ઘણી જગ્યા એ અંબિકા કે સતિ નામ પણ પ્રાપ્ત થાય છે. એમનાં પિતાનું નામ શિવગુરૂ હતું. નિઃસંતાન શિવગુરૂ-આર્યામ્બા ને ત્યાં શિવ કૃપા થી બાળકનો જન્મ થયો હોવાથી એમનું નામ 'શંકર' રાખવામાં આવ્યું. શંકર જન્મથી જ દિવ્ય અને અસામાન્ય બુદ્ધિ વાળા હતાં. જન્મનાં એક વર્ષમાં જ એમણે સંસ્કૃત મુળાક્ષરો શીખી લીધા હતાં. બીજા વર્ષે માતૃભાષામાં વાચનશક્તિ કેળવી. ત્રીજા વર્ષે કાવ્ય અને પુરાણોનો અભ્યાસ કર્યો. જન્મનાં ચોથા વર્ષે પિતાનું મૃત્યુ થયું અને શંકરની બધી જવાબદારી માતા પર આવી. માતા એ પાંચમા વર્ષે ઉપનયન સંસ્કાર ગ્રહણ કરાવ્યાં. અને શંકરે બ્રહ્મચર્યાશ્રમમાં તપસ્વી જીવન સાથે વિદ્યાદ્યયન શરું કર્યું. આઠમાં વર્ષે શંકરે માતા પાસેથી સંન્યાસની અનુમતિ લઇ ઇસ. 796માં નર્મદાકિનારે ગુફામાં રહેતા ગોવિંદપાદાચાર્ય વિદ્વાન સન્યાસી પાસે દીક્ષા ગ્રહણ કરી. ગુરુ પાસે થી દર્શન-તત્વજ્ઞાનનાં બધા ગ્રંથોનું જ્ઞાન મેળવ્યું. ઉપરાંત ગુરુનાં ગુરુ ગૌડાપાદાચાર્ય અદ્