Posts

Showing posts from August, 2016

भट्ट नारायण रचित संस्कृत नाटक "वेणीसंहार"

रामायण और महाभारत संस्कृत भाषा और अन्य भाषाओं की कई कृतिओ के आधार बने है। रामायण- महाभारत को आधार बनाकर संस्कृत में कई सरे नाटक, महाकाव्य इत्यादि साहित्यप्रकार की रचना हुई है। ई.पूर्व. पांचवी शताब्दी में हुए संस्कृत साहित्य के प्रथम नाट्यकार महाकवि भास ने तेरह नाटकों का सर्जन किया था। उनमें से छ: नाटक महाभारत पर ही आधारित है- दूतघटोत्कचम् , दूतवाक्यम्, कर्णभारम् , मध्यमव्यायोग: , पञ्चरात्रम्, और उरुभंगम् महाकवि भास के बाद ईसवीं तेरहवीं शताब्दी में हुए संस्कृत नाट्यकार भट्टनारायण ने महाभारत को अपने नाटक 'वेणीसंहार' का आधार बनाया है। 'वेणी' का अर्थ है स्त्रयों के बाल यानी 'चोटी' 'संहार' का अर्थ है सजाना, व्यवस्थित करना या, गुंफन करना। दुःशासन द्रौपदी के खुले हुए केश पकड़ के बलपूर्वक घसीटता हुआ द्युतसभा में लाता है, तभी द्रौपदी प्रतिज्ञा करती है कि जबतक दुःशासन के रक्त से अपने बालो को भिगोएगी नहीं तब तक अपने बाल ऐसे हु बिखरे हुए रखेगी । भट्टनारायण रचित इस नाटक के अंत में भीम दुःशासन का वध करके उसका रक्त द्रौपदी के खुले केश में लगाता है और चोटी का गुं

ભટ્ટનારાયણ રચિત 'વેણીસંહાર' નાટક

Image
રામાયણ અને મહાભારત બન્ને મહાકાવ્યો સંસ્કૃત સાહિત્યની અનેક સાહિત્ય કૃતિઓનાં આધારો બન્યાં છે. માત્ર સંસ્કૃત જ નહીં, અન્ય ભાષાનાં સાહિત્યમાં પણ આ બન્ને મહાકાવ્યો મહત્વનો આધાર બન્યાં છે. સંસ્કૃત સહિત અન્ય ભાષાઓમાં આ બન્ને મહાકાવ્યનાં પ્રસંગો પર આધારિત અનેક મહાકાવ્યો, નાટકો, વગેરે લખાયાં છે. ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં થઇ ગયેલા સંસ્કૃત નાટ્યસાહિત્યનાં પ્રથમ નાટ્યકાર મહાકવિ ભાસે ૧૩ નાટકો લખ્યાં હતાં, એમાંથી ૬ નાટકો મહાભારત આધારિત હતાં- કર્ણભારમ્ , મધ્યમવ્યાયોગ, પંચરાત્રમ્, દૂતવાક્યમ્ , દૂતઘટોત્કચમ્ અને ઉરુભંગમ્. ભાસ પછી ઇ.સ. ની સાતમી સદીમાં  થઇ ગયેલાં ભટ્ટ નારાયણે સંસ્કૃત નાટ્યસાહિત્યમાં મહાભારતની કથાને સારી રીતે વણી લેતાં નાટક 'વેણીસંહાર' ની રચના કરી. સંસ્કૃત સાહિત્યમાં ભટ્ટનારાયણની આ એક માત્ર કૃતિ છે. 'વેણી' એટકે ચોટલો, અને 'સંહાર' એટલે 'ગૂંથવું'. દુઃશાસન દ્યુતસભામાં દ્રૌપદીનાં વાળ પકડીને એને બળપૂર્વક  ઢસડીને લાવ્યો હતો. આથી દ્રૌપદી એ પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી દુઃશાસનનાં લોહીથી પોતાના વાળ ભીંજવે નહિ ત્યાં સુધી ખુલ્લા જ રાખશે. 'વેણીસંહાર' ના

શરમ આવે છે ને? (ભાવાનુવાદ)

शर्म आ रही है ना! – प्रसून जोशी શરમ આવે છે ને ! ( ભાવાનુવાદ) શરમ આવે છે ને ?, એ સમાજ ને, જેણે એના જન્મ પર મન મૂકી ને ઉત્સવ નથી ઉજવ્યો! શરમ આવે છે ને ?, એ પિતાને, જેણે એના દીકરી હોવા પર એક દીવો ઓછો પેટાવ્યો! શરમ આવે છે ને ?, એ રીતિઓને, એ રીવાજો ને, એ સાંકળો ને, એ બારણાઓ ને, શરમ આવે છે ને ?, એ વડીલો ને, જેણે એના અસ્તિત્વ ને માત્ર અંધકાર સાથે જોડ્યો! શરમ આવે છે ને ?, એ ઓઢણી ને, એ પહેરવેશ ને, જેણે એને અંદર થી જ તોડી! શરમ આવે છે ને ?, શાળાઓને, ઓફિસો ને, રસ્તાઓ ને, ઈમારતો ને, શરમ આવે છે ને ?, એ શબ્દો ને, એ ગીતો ને, જેણે એને ક્યારેય એક શરીર થી વધારે સમજી નથી! શરમ આવે છે ને ?, રાજનીતિ ને, ધર્મ ને, જ્યાં વારંવાર અપમાનિત થયા એના સ્વપ્નો! શરમ આવે છે ને ?, સમાચારો ને, આદર્શો ને, દીવાલો ને, તીક્ષ્ણ ભાલાઓ ને, શરમ આવવી જોઈએ, દરેક એવા વિચાર ને શરમ આવવી જોઈએ, જેણે પાંખો એની કાપી હતી! શરમ આવવી જોઈએ, એવા દરેક વિચાર ને શરમ આવવી જોઈએ, જેણે રોકી હતી એને ખુલા આકાશ તરફ જોતાં! શરમ આવવી જોઈએ આપ