Posts

Showing posts from June, 2016

રાણી દુર્ગાવતી

Image
રાજપૂત વીરાંગના રાણી દુર્ગાવતી. चन्देलों की बेटी थी, गौंडवाने की रानी थी, चण्डी थी रणचण्डी थी, वह दुर्गावती भवानी थी..... રાણી દુર્ગાવતી કાલિંજરનાં ચંદેલ વંશીય રાજા કીર્તિસિંહનાં પુત્રી હતા. તેમનો જન્મ 5 ઓક્ટોબર 1524નાં દિવસે થયો હતો, ત્યારે દુર્ગાષ્ટમી હતી આથી જ એમનું નામ દુર્ગાવતી રાખવામાં આવ્યું. દુર્ગાવતીનું સૌંદર્ય અપ્રતિમ હતું. રાજા કીર્તિસિંહે દુર્ગાવતીનો ઉછેર રાજકુમારની જેમ જ કર્યો હતો. યુદ્ધકલા સાથે રાજ્ય શાસન પણ શીખવ્યું. દુર્ગાવતીનાં વિવાહ ગૌડ વંશીય પ્રતાપી રાજા દલપતશાહ સાથે થયા હતાં. એમનું રાજ્ય ગઢમંડલા હતું. લગ્નનાં એક વર્ષ બાદ પુત્ર પ્રાપ્તિ થઇ જેનું નામ નારાયણસિંહ રાખવામાં આવ્યું. લગ્નનાં ચાર વર્ષ બાદ તેમનાં પતિ રાજા દલપતશાહનું અવસાન થતાં દુર્ગાવતીએ પોતાના ત્રણ વર્ષનાં પુત્રને રાજા તરીકે નિયુક્ત કર્યા અને પોતે જ રાજ્ય ચલાવવા લાગ્યા. એમનાં શાસનમાં ગઢમંડલાનો ખુબ વિકાસ થયો. અનેક મંદિરો, મઠો, ધર્મશાળાઓ, કુવાઓ બનાવ્યાં. રાણીએ ત્રણ મોટા તળાવો પણ બનાવ્યાં જેનાં નામ છે- ૧.વિશ્વસનીય દાસી ચેરીનાં નામ પર થી ચેરી તળાવ. ૨.વિશ્વસનીય દિવાન-સેનાપતિ આધારસિંહ નાં નામ પર થી આધાર તળાવ.

બિરસા મુંડા - આદિવાસી ક્રાંતિકારી

Image
આજે 15 નવેમ્બર, આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાનો જન્મદિવસ  બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875નાં દિવસે ઉલીહાતુ ગામ, રાંચી, ઝારખંડમાં થયો હતો. બિરસાએ  પ્રાથમિક શિક્ષા સાલ્ગ ગામમાં મેળવી ત્યારબાદ 1886માં ચાઈબાસા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. બ્રિટિશ સરકાર દ્વારા આદિવાસીઓ પર થતા અત્યાચારો જોઈ બિરસાનું મન વારંવાર વિચલિત થઇ જતું. 1894માં છોટાનાગપુરમાં ચોમાસું સારું ન થતા ભયંકર દુષ્કાળ અને મહામારી ફેલાઇ. આ સમયે બિરસાએ આદિવાસીને એકત્ર કર્યા અને બ્રિટિશ સરકાર સામે લગાન માફ કરાવવા આંદોલન કર્યું. આદિવાસીઓ બિરસા ને ભગવાન માનવા લાગ્યા. બિરસાએ આદિવાસીઓ ને નારો આપ્યો- "अबुआ: दिशोम रे अबुआ: राज" 'અમારા દેશમાં અમારું શાસન' આ નારા સાથે આદિવાસીઓ એ જળ, જમીન અને જંગલ માટે 'ઉલગુલાન આંદોલન' કર્યું. આદિવાસીઓ અંગ્રેજો સામે ઝૂક્યા નહિ. 1895 માં બિરસા ને પકડી લેવામાં આવ્યા અને 2 વર્ષ સુધી જેલમાં કેદ કરવામાં આવ્યા. બિરસા જેલમાં હોવા છતાં એમણે સળગાવેલી આંદોલનની આગ એમના શિષ્યો એ સળગતી જ રાખેલી. 1897માં જેલ માંથી બહાર આવતાં જ બિરસા એ 400 આદિવાસીઓ ને એકત્ર કાર્ય અને તીર-કા