Posts

Showing posts from May, 2016

પ્રોફેસર હરિવલ્લભ ભાયાણી

Image
આજે 26 મે સંસ્કૃત વિદ્વાન અને ગુજરાતી લેખક આદરણીય પ્રોફેસર હરિવલ્લભ ભાયાણીનો જન્મદિવસ. હરિવલ્લભ ભાયાણીનો જન્મ 26 મે 1917નાં દિવસે ભાવનગરનાં મહુવામાં થયો હતો.તેમનો પરિવાર જૈન સ્થાનકવાસી સંપ્રદાયની અનુઅયાયી હતો. 1934 માં મહુવાની M.N. Highschool માં મેટ્રીક પાસ કર્યા બાદ 1939માં ભાવનાગરની શામળદાસ આર્ટસ કોલેજમાં મુખ્ય વિષય સંસ્કૃત સાથે B.A. ની ડિગ્રી મેળવી. 1941માં ભારતીય વિદ્યાભવન મુંબઇમાંથી મુખ્ય વિષય સંસ્કૃત અને અર્ધમાગધી સાથે M.A. ની ડિગ્રી મેળવી. 1951 માં જૈનમુનિ જિનવીજયજીનાં માર્ગદર્શનમાં જૈનકવિ સ્વયંભુવદેવ દ્વારા અપભ્રંશ ભાષામાં લખાયેલ રામનાં જીવન આધારિત મહાકાવ્ય 'પૌમાચરીય' પર શોધકાર્ય કરી Ph.D. ની પદવી મેળવી. હરિવલ્લભજી 1945 થી 1965 સુધી ભારતીય વિદ્યાભાવનમાં પ્રોફેસર તરીકે રહ્યા ત્યારબાદ 1965 થી 1975 ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી માં પ્રોફેસર તરીકે રહ્યાં હતાં. 1980માં લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી ઇન્સ્ટિટયૂટમાં પણ યોગદાન આપેલ. એ જ વર્ષે કેરળના તિરુવનંતપુરમ સ્થિત ઇન્ટરનેશનલ સ્કુલ ઓફ દ્રવીડિયન લેન્ગવેસ્ટીક માં પણ વ્યાખ્યાન આપ્યાં હતા. 1993માં એમને લંડન યુનિવર્સિટીના

ક્રાન્તિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા

Image
જ 30 માર્ચ આજે ક્રાન્તિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની પુણ્ય તિથિ છે. ભારતની આઝાદી માટે અનેક ક્રાંતિકારીઓને વર્માજી દ્વારા પ્રેરણા મળી હોવા થી એમને 'ક્રાન્તિગુરુ' કહેવામાં આવ્યા છે. એમનો જન્મ 4 અક્ટોબર 1857 માં ગુજરાતનાં માંડવી શહેરમાં થયો હતો. તેઓ દયાનંદ સરસ્વતી અને બાલગંગાધર તિલક થી પ્રભાવિત થયા હતા.માત્ર 20 વર્ષની ઉમર થી જ સ્વરાજ પ્રાપ્તિ પ્રવૃત્તિઓ કરવા લાગ્યા. વર્માજી પ્રથમ ભારતીય હતા જેમણે ઓક્સફોર્ડ માં M.A. અને Bar-at-Law કર્યું હતું. સંસ્કૃતનાં વિદ્વાન હતા. વર્માજી એ એક વાર પુણેમાં સંસ્કૃત માં એવું પ્રભાવી ભાષણ આપ્યું કે ત્યારના ઓક્સફોર્ડ યુનિવર્સિટીનાં સંસ્કૃત વિભાગનાં વડા મોનિયર વિલિયમ્સે એમને વર્માજીને ઓક્સફોર્ડ માં સંસ્કૃત નાં સહાયક અધ્યાપકનું પદ આપ્યું. 1905 થી 1910 માં વર્માજી એ ઇંગ્લેન્ડ માં 'ધ ઇન્ડિયન સોશિઓલોજીસ્ટ' માસિક સમાચાર પત્ર શરૂ કર્યું અને રાષ્ટવાદી વિચારોનાં પ્રચાર માટે ઇંગ્લેન્ડ માં 'ઇન્ડિયન હાઉસ' ની સ્થાપના કરી. ભારતમાં આવી ને વર્માજી એ ક્રાંતિકારી છાત્રોઓ માટે 'ઇન્ડિયન હોમ રૂરલ સોસાયટી' ની શરૂઆત કરી. વિલિયમ હાર્ટ કર્જન વાયલ

જગદગુરુ આદિ શંકરાચાર્ય

Image
આજે  11 મે 2016 વૈશાખ સુદ પંચમી આજે જગદગુરુ આદિ શંકરાચાર્યનો 1228મો જન્મ દિવસ છે શંકરાચાર્ય નો જન્મ કેરળનાં કાલડી ગામમાં નામ્બુદ્રી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો 3 વર્ષે ઉપનયન થયા, 5 વર્ષ સુધીમાં ચારેય વેદ,18 પુરાણો નું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને માત્ર 8 વર્ષની ઉંમર માં સન્યાસ લીધો 12 વર્ષ સુધીમાં તમામ શાસ્ત્રોનું જ્ઞાન મેળવી લીધું હતું. 16 વર્ષ સુધીમાં અનેક ગ્રંથો ની રચના કરી જેમાં વેદાંત(ઉપનિષદ) દર્શન ના વેદાંતસૂત્ર અથવા બ્રહ્મસૂત્ર ગ્રંથ પર લખેલું શારીરિક ભાષ્ય મહત્વનું છે, એમનાં સ્તોત્ર ગ્રંથો માં 'ભજગોવિંદમ' પ્રખ્યાત છે વેદાંત વિરોધી મતોનાં નિરસન માટે પદયાત્રા દ્વારા જ ભારત ભ્રમણ કર્યું અને પોતાના વિરોધીઓ ને જ શાસ્ત્ર ચર્ચા માં હરાવી શિષ્યો બનાવ્યાં, આ દરમિયાન અનેક ચમત્કારો પણ કર્યા ભારત ભ્રમણ દરમિયાન ચાર મઠો ની સ્થાપના કરી માત્ર 32 વર્ષનાં આયુષ્યમાં એમણે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત સાહિત્યમાં જે યોગદાન આપ્યું છે એ આજે પણ અતુલ્ય છે. આદિ શંકરાચાર્યને શત શત નમન -પ્રો. નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય'

સરદારસિંહ રાણા

Image
સરદારસિંહ રાણા સરદારસિંહ રાણાનો જન્મ 10 એપ્રિલ 1870માં કંથારીયા ગામ, લીંબડી, સુરેન્દ્રનગરમાં થયો હતો. રાણાજી મહાત્મા ગાંધીનાં સહાધ્યાયી હતા. પૂના ની ફર્ગ્યુસન કોલેજમાં લોકમાન્ય તિલક અને સુરેન્દ્રનાથ બેનરજીનાં સંપર્કમાં આવતા આઝાદી ચળવળમાં પ્રવેશ્યાં. 1900 માં લંડનમાં બાર-એટ-લો ના અભ્યાસ દરમિયાન શાયમજી કૃષ્ણ વર્માનાં સંપર્કમાં આવ્યા. વર્માજી ભારતની બહાર રહી આઝાદી ચળવળ ચલાવતા. રાણાજી વર્માજી અને મેડમ ભીખાયઇજી કામા એ મળીને લંડન માં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી. 1907 માં લંડન માં આંતરરાષ્ટ્રીય સોશાલિષ્ટ પરિષદના પ્રથમ અધિવેશનમાં રાણાજી એ મેડમ ભીખાયઇજી કામા સાથે હિન્દુસ્તાન નો પ્રથમ ત્રિરંગો ધ્વજ ફરકાવેલો. ( આ ત્રિરંગો આજે પણ રાજુભાઇ રાણા સાહેબે સાચવી રાખેલો છે.) ભારતમાં બ્રિટિશ સરકાર પર જે જે  બૉમ્બ ધડાકા થતા તેમનાં તાર રાણાજી સુધી જોડાયેલા હતા. મદનલાલ ઢીંગરા એ કર્નલ વાયલીને જે બંદુક થી મારેલો એ બંદુક પણ રાણાજીની હતી. આઝાદીની ચળવળ સાથે રાણાજી એ શિક્ષણ ક્ષેત્રમાં પણ અતુલ્ય યોગદાન આપેલું હતું. સાવરકરજી સહીત કેટલાય યુવાનો એ રાણાજીની સ્કોલરશીપથી અભ્યાસ કરેલો હતો. રાણાજી એ એક લાખ પ

ભગતસિંહના આદર્શ ક્રાંતિવીર કરતારસિંહ સરભા

Image
ક્રાંતિવીર ભગતસિંહ ના આદર્શ એવા મહાન ક્રાંતિકારી કરતારસિંહ સરભા જન્મ 24 મે 1896 માં પંજાબના લુધિયાણાના સરભા ગામે શીખ પરિવારમાં થયો હતો.મેટ્રીક લુધિયાણાની માળવા ખાલસા હાઇસ્કૂલમાં પાસ કર્યા બાદ 1912 માં કેલિફોર્નિયાની યુનિવર્સિટી University of California at Barkley માં કેમેસ્ટ્રી ની ડિગ્રી માટે પ્રવેશ મેળવ્યો. કરતારસિંહને બ્રિટિશ સરકાર સામે ખુબ રોષ હતો અને તેઓ નિર્ભય બનીને ખુલ્લે આમ વ્યક્ત પણ કરતાં, બ્રિટિશ સરકાર પ્રત્યેનો એમનો રોષ એટલો વધી ગયો કે 1913 માં ભારતને આઝાદ કરવાની ચળવળ માટે એમને ગદર પાર્ટી ની સ્થાપના કરી. તેમની ગદરપાર્ટી નું ધ્યેય વાક્ય હતું - " દેશની સ્વતંત્રતા માટે બધું જ દાવ પર લગાવી દો." ગદરપાર્ટીમાં ઘણા બધા યુવાનો જોડાયા. 1 નવેમ્બર 1913નાં રોજ ગદરપાર્ટી એ 'ગદર' સમાચારપત્ર બહાર પાડ્યું. આ સમાચારપત્રનો મુખ્ય ધ્યેય બ્રિટિશ સરકારનો સાચો ચહેરો સામે લાવવાનું હતું. આ ગદર સમાચારપત્ર હિન્દી ઉપરાંત પંજાબી,ગુજરાતી,બંગાળી,ઉર્દૂ અને પુશ્તો એમ કુલ 6 ભાષામાં પ્રકાશિત કરવામાં આવતું. આ સમાચારપત્ર ભારતમાં અને ભારત બહાર રેહતા ભારતીયો સુધી પહોંચ્યું. અને આથી જ થોડાક જ સ

એક ઉપહાર

એક ઉપહાર... એક ઉપહાર એ બાઈને પણ આપજો, જે તમારા ઘરનો રસ્તો રોજ સાફ કરે છે, એક ઉપહાર એ બાઈને પણ આપજો, જે તમારા ઘર-ઓફીસ સ્વચ્છ રાખે છે, એક ઉપહાર એ ભાઈને પણ આપજો, જે આખી રાત જાગી તમારા ઘરનું રક્ષણ કરે છે, એક ઉપહાર એ મિસ્ત્રીભાઈને પણ આપજો, જેણે તમારા ઘરનાં ટેબલ-ખુરશી-બારી-બારણા બનાવ્યા છે, એક ઉપહાર એ લુહારભાઈને પણ આપજો, જેણે તમારા ઘરની મજબુત ગ્રીલ બનાવી છે, એક ઉપહાર એ ઈલેકટ્રીશિયનભાઈને પણ આપજો, જે લાઈટ જતા તરત તમારા બારણે આવી ઉભા રહે છે, એક ઉપહાર એ પ્લમ્બરભાઈને પણ આપજો, જેણે તમારા ઘરમાં પાણીની વ્યવસ્થા કરી આપી છે, એક ઉપહાર એ માળીભાઈને પણ આપજો, જેણે આપેલા ફુલ-તોરણ થી તમારું ઘર સજાવો છો, એક ઉપહાર એ શાકભાજીવાળાભાઈને પણ આપજો, જેના તાજા શાકભાજી થી બનેલું ભોજન આપ જમો છો, એક ઉપહાર એ ધોબીભાઈને પણ આપજો, જેણે ઈસ્ત્રી કરેલા કડક કપડાં આપ પહેરો છો, એક ઉપહાર એ વાણંદભાઈને પણ આપજો, જે તમારા વાળ-દાઢી સરસ રીતે કરી આપે છે, એક ઉપહાર એ મોચીભાઈને પણ આપજો, જેણે ચમકાવેલા પગરખાં તમે પહેરો છો, એક ઉપહાર એ ભાઈને પણ આપજો, જેણે ચમકાવેલી તમારી ફોરવ્હીલ તમે રોજ લઈને નીકળો છો, એક