જગદગુરુ આદિ શંકરાચાર્ય

આજે  11 મે 2016

વૈશાખ સુદ પંચમી

આજે જગદગુરુ આદિ શંકરાચાર્યનો 1228મો જન્મ દિવસ છે

શંકરાચાર્ય નો જન્મ કેરળનાં કાલડી ગામમાં નામ્બુદ્રી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો

3 વર્ષે ઉપનયન થયા, 5 વર્ષ સુધીમાં ચારેય વેદ,18 પુરાણો નું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને માત્ર 8 વર્ષની ઉંમર માં સન્યાસ લીધો

12 વર્ષ સુધીમાં તમામ શાસ્ત્રોનું જ્ઞાન મેળવી લીધું હતું.

16 વર્ષ સુધીમાં અનેક ગ્રંથો ની રચના કરી જેમાં વેદાંત(ઉપનિષદ) દર્શન ના વેદાંતસૂત્ર અથવા બ્રહ્મસૂત્ર ગ્રંથ પર લખેલું શારીરિક ભાષ્ય મહત્વનું છે,

એમનાં સ્તોત્ર ગ્રંથો માં 'ભજગોવિંદમ' પ્રખ્યાત છે

વેદાંત વિરોધી મતોનાં નિરસન માટે પદયાત્રા દ્વારા જ ભારત ભ્રમણ કર્યું અને પોતાના વિરોધીઓ ને જ શાસ્ત્ર ચર્ચા માં હરાવી શિષ્યો બનાવ્યાં, આ દરમિયાન અનેક ચમત્કારો પણ કર્યા

ભારત ભ્રમણ દરમિયાન ચાર મઠો ની સ્થાપના કરી

માત્ર 32 વર્ષનાં આયુષ્યમાં એમણે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત સાહિત્યમાં જે યોગદાન આપ્યું છે એ આજે પણ અતુલ્ય છે.

આદિ શંકરાચાર્યને શત શત નમન

-પ્રો. નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય'

Comments

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

જાણો સંસ્કૃત નાટકો વિષે.