પ્રોફેસર હરિવલ્લભ ભાયાણી

આજે 26 મે
સંસ્કૃત વિદ્વાન અને ગુજરાતી લેખક આદરણીય પ્રોફેસર હરિવલ્લભ ભાયાણીનો જન્મદિવસ.

હરિવલ્લભ ભાયાણીનો જન્મ 26 મે 1917નાં દિવસે ભાવનગરનાં મહુવામાં થયો હતો.તેમનો પરિવાર જૈન સ્થાનકવાસી સંપ્રદાયની અનુઅયાયી હતો.

1934 માં મહુવાની M.N. Highschool માં મેટ્રીક પાસ કર્યા બાદ 1939માં ભાવનાગરની શામળદાસ આર્ટસ કોલેજમાં મુખ્ય વિષય સંસ્કૃત સાથે B.A. ની ડિગ્રી મેળવી. 1941માં ભારતીય વિદ્યાભવન મુંબઇમાંથી મુખ્ય વિષય સંસ્કૃત અને અર્ધમાગધી સાથે M.A. ની ડિગ્રી મેળવી.

1951 માં જૈનમુનિ જિનવીજયજીનાં માર્ગદર્શનમાં જૈનકવિ સ્વયંભુવદેવ દ્વારા અપભ્રંશ ભાષામાં લખાયેલ રામનાં જીવન આધારિત મહાકાવ્ય 'પૌમાચરીય' પર શોધકાર્ય કરી Ph.D. ની પદવી મેળવી.

હરિવલ્લભજી 1945 થી 1965 સુધી ભારતીય વિદ્યાભાવનમાં પ્રોફેસર તરીકે રહ્યા ત્યારબાદ 1965 થી 1975 ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી માં પ્રોફેસર તરીકે રહ્યાં હતાં.

1980માં લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી ઇન્સ્ટિટયૂટમાં પણ યોગદાન આપેલ. એ જ વર્ષે કેરળના તિરુવનંતપુરમ સ્થિત ઇન્ટરનેશનલ સ્કુલ ઓફ દ્રવીડિયન લેન્ગવેસ્ટીક માં પણ વ્યાખ્યાન આપ્યાં હતા.

1993માં એમને લંડન યુનિવર્સિટીનાં સ્કુલ ઓફ ઓરિયન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ તરફ થી ફેલોશીપ મળેલ.

હરિવલ્લભજીનું સાહિત્યીક યોગદાન સંસ્કૃત,ગુજરાતી, પ્રાકૃત, અપભ્રંશ અને અર્ધમાગધી એમ પાંચ ભાષાઓનાં સાહિત્ય પર હતું. તેમણે 36 મોટા સંશોધનકાર્ય કર્યા જેમાં આ મુખ્ય છે-

1) વ્યુત્પત્તિ વિચાર - 1975

2) સ્ટડીઝ ઈન હેમચંદ્રાસ દેસીનામમાલા - 1966

3) સ્ટડીઝ ઈન દેસ્ય પ્રાકૃત - 1988

4) ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ- 1988

5) અપભ્રંશ ભાષા અને તેનું સાહિત્ય- 1989

6) ઇન્ડોલોજિકલ સ્ટડીઝ- 1993

સાહિત્યમાં યોગદાન બદલ 1963માં ગુજરાત સાહિત્ય સભા દ્વારા 'રણજીતરામ સુવર્ણ ચંદ્રક' અને 1981માં સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયા હતા.

તેમણે 1998 માં તેમની આત્મકથા 'ते हि नो दिवसः' લખવાની શરુ કરી હતી.

11 નવેમ્બર 2000 માં હરિવલ્લભજીનું મૃત્યુ થયું હતું.

Comments

  1. એમનુ પુસ્તક વ્યુત્પત્તિ વિચાર ક્યાં મળી શકે?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

જાણો સંસ્કૃત નાટકો વિષે.