Posts

Showing posts from December, 2016

वेदांग અને वेदांत

वेदामृतम् - એક સરળ વાત - ૧ वेदांग અને वेदांत આ બે શબ્દોનું ઉચ્ચારણ સમાન રીતે થાય છે પણ બંનેનો અર્થ અલગ થાય છે અને બંનેનું અસ્તિત્વ પણ અલગ છે. वेदांग = વેદનાં અંગો. વેદનાં 6-છ અંગો છે. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. વેદનો પરંપરાગત અભ્યાસ કરવાનું ઇચ્છનારા વ્યક્તિ એ આ છ વેદાંગોનું જ્ઞાન હોવું જરૂરી છે. ( वेदामृतम् માં ઋગ્વેદ અને યજુર્વેદનો પરિચય જોયો, હવે वेदामृताम् માં આ છ વેદાંગોનો પરિચય આવશે, પછી શેષ બે વેદોનો પરિચય આવશે.) वेदांत = વેદનો અંતભાગ = ઉપનિષદ સાહિત્ય. વૈદિક સાહિત્યને આ ચાર ક્રમમાં વિભાજિત કરવામાં આવ્યું છે- ૧. વેદ સંહિતા-મંત્રો જેને આપણે ઋગ્વેદ-યજુર્વેદ-સામવેદ-અથર્વવેદ તરીકે ઓળખીએ છીએ. ૨. બ્રાહ્મણ સાહિત્ય-વેદમંત્રો થી ભિન્ન ગદ્ય-પદ્ય મંત્રોવાળું સાહિત્ય, દરેક વેદસંહિતાનાં પોતાના સ્વતંત્ર બ્રાહ્મણગ્રંથો છે. ૩.આરણ્યક સાહિત્ય- વેદમંત્રો થી ભિન્ન ગદ્ય-પદ્ય મંત્રોવાળું અરણ્ય=વનમાં રચાયેલું અને બોધપ્રદ વૈદિક આખ્યાનોવાળું સાહિત્ય. ૪.ઉપનિષદ સાહિત્ય - 'ઉપનિષદ' નો સામાન્ય અર્થ થાય છે ગુરુની પાસે જઈને નીચે બેસીને શિષ્ય વેદનું પરમજ્ઞાન મેળવે એ. દરેક

वेदामृतम् - ६ यजुर्वेद परिचय

Image
वेदामृतम् - ६ यजुर्वेद परिचय ચાર વેદોમાં ऋग्वेद પછી यजुर्वेद નું સ્થાન છે. વાયુપુરાણતો यजुर्वेद ને ऋग्वेद થી પણ જુનો કહે છે. એટલે ભલે ક્રમમાં બીજું સ્થાન છે પણ મહત્વતો ઋગ્વેદનાં જેટલું જ છે. આ યજુર્વેદનો વિસ્તારથી પરિચય જોઈએ. 1) यजुर्वेद પરિભાષા : यजुर्वेद નાં મંત્રોને यजु: = यजुष्  કહેવામાં આવે છે. આ यजु:  શબ્દનાં ઘણા અર્થ થાય છે, પણ મુખ્ય અર્થ 'યજ્ઞ' થાય છે. પાણિનિમુનિ એ यज्ञ ની ઉત્પત્તિ यज् = યજન કરવું ધાતુથી બતાવી છે. બ્રાહ્મણગ્રંથોમાં यजु: ને यज् ધાતુ સંબંધિત બતાવ્યું છે. આ રીતે यजु: , यज् અને यज्ञ ત્રણેય શબ્દો એકબીજાનાં પર્યાય બને છે. આ રીતે યજ્ઞમંત્રો દ્વારા પરમજ્ઞાન આપતો ગ્રંથ તે યજુર્વેદ. 2) यज्ञ નું વાસ્તવિક સ્વરૂપ -યજ્ઞ અહિંસાત્મક છે : યજુર્વેદનાં મંત્રો યજ્ઞનું પ્રતિપાદન કરનારા છે. આથી જ પ્રાચીન ભારતની યજ્ઞ સંસ્થાઓનાં પરિચય અને  યજ્ઞ સંબંધી અધ્યયન માટે યજુર્વેદને મહત્વ આપવામાં આવ્યું છે. યજ્ઞની બે ધારાઓ/પ્રકાર છે. એક યજ્ઞનું સનાતન રૂપ જેનાથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઇ અને બાદમાં સૃષ્ટિનું પોષણ અને પરિવર્તન થતું રહ્યું છે. બીજું યજ્ઞનું લૌકિક સ્વરૂપ જે સંકલ્પપૂર્

ઋગ્વેદ પરિચય

वेदामृतम् - ५ ऋग्वेद परिचय 'ઋગ્વેદ' શબ્દમાં બે પદો રહેલાં છે,  ઋક્ અને વેદ. ઋક્ નો અર્થ આવો થાય છે- "ऋच्यते स्तूयते अनया देवा: सा ऋक्" "જે મંત્રો દ્વારા દેવતાઓની સ્તુતિ કરવામાં આવે છે તેને ઋક્ કહેવામાં આવે છે." 'વેદ' શબ્દનો અર્થ અને વિભાવના આપણે "वेदामृतम् -४ વેદ શબ્દનો અર્થ" માં મેળવ્યો. આ બંને પદોની પાણિનિ વ્યાકરણના વ્યંજનસંધિ નિયમનાં સૂત્ર "झलां जशोऽन्ते" મુજબ 'ઋક્' માં રહેલ 'ક્' નો સંધિ થતા 'ગ્' બન્યો અને 'ઋગ્વેદ' શબ્દ બન્યો, જેનો અર્થ થાય છે જેમાં દેવતાઓની સ્તુતિઓ દ્વારા જે પરમજ્ઞાન અપાયું છે તે ઋગ્વેદ. ઋષિઓ દ્વારા ગ્રથન અને ઋગ્વેદની શાખાઓ : વેદો અપૌરુષેય ગ્રંથ છે. વેદમંત્રોનાં પૌરાણિક ઋષિઓને દર્શન થયા હતા અને ત્યારબાદ એ મંત્રોને ઋષિઓએ એમના શિષ્યોને-પુત્રોને ભણાવ્યા. અને કોઈ સમયે આ અમૂલ્ય જ્ઞાન નાશ ન થાય માટે તે સમયની પ્રણાલી અને લેખનસામગ્રી મુજબ આ મંત્રોને 'ગ્રંથ' નું સ્વરૂપ આપવામાં આવ્યું. મંત્રદૃષ્ટા માત્ર ઋષિઓ જ ન હતાં, ઋષિકાઓ પણ હતી. જે જે ઋષિઓએ પોતાના આશ્રમમાં પોતાની અલગ