Posts

Showing posts from September, 2016

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ 'ઋતુસંહાર'

Image
સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ કાલિદાસે સાત કૃતિઓ આપી છે. આ સાત કૃતિઓમાં બે નાની પદ્યકૃતિઓ છે. પદ્યકૃતિઓ એટલે કે માત્ર શ્લોકોનુ બનેલું કાવ્ય. વિદ્વાનોએ આવી કૃતિને  ‘કાવ્યકૃતિ’ એવું પણ એક નામ આપ્યું  છે. કાલિદાસની બે કાવ્યકૃતિઓમાં પ્રથમ   ऋतुसंहारम्  છે અને બીજી मेघदूतम् છે. અહીં વાત ऋतुसंहारम् ની કરવાની છે.   ऋतुसंहारम्  છ વિભાગોવાળું 147 શ્લોકોનું કાવ્ય છે. દરેક વિભાગને ‘સર્ગ’ એવું નામ આપવામાં આવ્યું છે. દરેક સર્ગમાં એક એમ ભારતવર્ષની છ ઋતુઓ ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર, અને વસંતનું વર્ણન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ કાવ્ય સરળ સંસ્કૃત પદોવાળું છે. સામાસો (એક કરતા વધારે જોડાયેલા શબ્દો) નહિવત છે,ક્યાંક ક્યાંક નિમ્ન અને મધ્યમ સમાસ છે, ઉગ્ર સમાસ ને સ્થાન જ નથી આપ્યું. ऋतुसंहारम् માં કુદરતનાં પલટાતાં રંગની સાથે દરેક પરિવર્તનની માનવજીવન પર શું અસર થાય છે તે દર્શાવ્યું છે. પ્રકૃતિનાં પ્રાધાન્યમાં માનવોની ઉર્મિઓ અને ભાવો ને વણી લીધા છે. દરેક વર્ણન પ્રિયતમ પોતાની પ્રિયતમા ને કહે છે અથવા પ્રિયતમા પોતાનાં પ્રિયતમ ને કહે છે.   ऋतुसंहारम् ની  શરૂઆત બળબળતા પ્રચંડ સૂર્ય અને અને જેની શીતળતાની સ્પૃહા

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ કાલિદાસે સાત કૃતિઓ આપી છે. આ સાત કૃતિઓમાં બે નાની પદ્યકૃતિઓ છે. પદ્યકૃતિઓ એટલે કે માત્ર શ્લોકોનુ બનેલું કાવ્ય. વિદ્વાનોએ આવી કૃતિને  ‘કાવ્યકૃતિ’ એવું પણ એક નામ આપ્યું  છે. કાલિદાસની બે કાવ્યકૃતિઓમાં પ્રથમ ऋतुसंहरम् છે અને બીજી मेघदूतम् છે. અહીં વાત ऋतुसंहारम् ની કરવાની છે. ऋतुसंहरम् છ વિભાગોવાળું 147 શ્લોકોનું કાવ્ય છે. દરેક વિભાગને ‘સર્ગ’ એવું નામ આપવામાં આવ્યું છે. દરેક સર્ગમાં એક એમ ભારતવર્ષની છ ઋતુઓ ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર, અને વસંતનું વર્ણન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ કાવ્ય સરળ સંસ્કૃત પદોવાળું છે. સામાસો (એક કરતા વધારે જોડાયેલા શબ્દો) નહિવત છે,ક્યાંક ક્યાંક નિમ્ન અને મધ્યમ સમાસ છે, ઉગ્ર સમાસ ને સ્થાન જ નથી આપ્યું. ऋतुसंहारम् માં કુદરતનાં પલટાતાં રંગની સાથે દરેક પરિવર્તનની માનવજીવન પર શું અસર થાય છે તે દર્શાવ્યું છે. પ્રકૃતિનાં પ્રાધાન્યમાં માનવોની ઉર્મિઓ અને ભાવો ને વણી લીધા છે. દરેક વર્ણન પ્રિયતમ પોતાની પ્રિયતમા ને કહે છે અથવા પ્રિયતમા પોતાનાં પ્રિયતમ ને કહે છે. ऋतुसंहरम् ની શરૂઆત બળબળતા પ્રચંડ સૂર્ય અને અને જેની શીતળતાની સ્પૃહા રાખવામાં આવે

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

મહાકવિ કાલિદાસનાં નામ થી ભારત દેશ અને પુરી દુનિયા પરિચિત છે. કારણ કે મહાકવિ કાલિદાસ સંસ્કૃત સાહિત્યનાં પ્રથમ નાટ્યકાર મહાકવિ ભાસ (ઈ.સ. પૂર્વે પાંચમી સદી) પછી સંસ્કૃત સાહિત્યમાં પોતાની સાત કૃતિઓનાં કારણે પ્રશંસનીય બન્યાં છે. * કાલિદાસનો સમય : કાલિદાસનાં સમય અંગે વિદ્વાનોનાં મતો ના આધારે બે વર્ગ થયા છે. પ્રથમ વર્ગનાં વિદ્વાનો કાલિદાસ ને ઉજ્જૈનનાં પરમાર વંશીય રાજા વિક્રમાદિત્યનાં રાજકવિ હતાં અથવા આશ્રિત હતાં એવું કહી આ અંગેનાં ઘણા બધા કારણો આપી કાલિદાસનો સમય વિક્રમાદિત્ય બીજાનો સમય એટલે કે ઈ.સ.પૂર્વે પ્રથમ સદી બતાવે છે. વિદ્વાનોનો બીજો વર્ગ કાલિદાસનો સમય ઈ.સ. પાંચમી સદી બતાવે છે. પણ બંને મતોનાં વિશ્લેષણ ને આધારે કાલિદાસનો સમય ઈ.સ.પૂર્વે પ્રથમ સદીનો જ છે એવું પરવર્તી સંસ્કૃત વિદ્વાનો માને છે. * કાલિદાસની જન્મભૂમિ-કર્મભૂમિ : કાલિદાસ ની જન્મભૂમિ-કર્મભૂમિ અંગે વિદ્વાનો ભારતવર્ષનાં અનેક પ્રદેશો ને ગણાવે છે જેમકે કાશ્મીર, બંગાળ, વિદર્ભ, માળવા અને ઉજ્જૈન અને લંકા. પરંતું આમાં બધા કરતાં પ્રબળ અને સ્વીકાર્ય મત છે ઉજ્જૈન. કાલિદાસે પોતાની કૃતિઓમાં જયારે જયારે તક મળી છે ત્યારે ત્યારે ઉજ્જૈનનું