Posts

Showing posts from 2017

વિમળા માંથી નિર્મળા 1

"વિમળા થી નિર્મળા" ઉનાળાનાં દિવસો. સુરજ બરોબરનો તાપ વરસાવતો હતો. હાઇવે ને જોડતાં, ગામની બહાર જવાનાં પાછળનાં રસ્તા પર વિમળા એના બે દીકરાઓને લઈને ઉતાવળી જતી હતી. જેવી રીતે કોઈ ગાય કસાઈઓથી બચવા ઉતાવળી થાય એમ જ! વિમળાએ ફાટેલી સાડીનાં છેડાથી અડધું મોઢું ઢાંકયું હતું. અને એ જ સાડીથી કાખમાં તેડેલ બે વર્ષનાં નાના દીકરા ને તાપ થી બચાવવા ઢાંકી દીધેલો હતો. મોટો દીકરો દેવો પાંચ વર્ષનો. આંગળી એ પકડી ને નીકળી. "બા...બા....મારે પાણી પીવું  સે...બઉ તરસ લાગી સે!" "આજ થોડુંક સહન કરી લે મારા પેટ!, હમણાં હાઇવે પોગી જાહું... ઉતાવળો હાલ!" પ્રથમ વારનો પ્રયત્ન નિષ્ફળ ગયો પછી વિમળા બીજી વાર પોતાના સાસરેથી ભાગી નીકળી. આ એની પાસે છેલ્લી તક હતી. સાસરિયાઓનાં અત્યાચાર માંથી છુટવાની. થોડાંક આગળ જતાં જ મોટા દીકરાએ પહેરેલ એક સ્લીપર તુટયું. "બા....મને પગમાં બળે છે...મનેય તેડી લે ને!" "મારા પેટ! આ લે....તું મારા ચપ્પલ પેરી લે, જો તને તેડીશ તો હું ધીમી પડીશ અને હાઇવે પોગ્યાં પેલાં કોઈ જોઈ જશે તો....." નાના પગમાં વિમળાનાં પગનાં મોટા ચપ્પલ! એટલે પગ થોડા પાછળ પડવા લ

બીજા સર સંઘચાલક શ્રીમાધવરાવને એક મુસ્લિમે લખેલો પત્ર

મુસ્લિમોની વટલાવવાની પ્રવૃત્તિથી ભારતમાં કોઈ અજાણ નથી, પણ શું તમને ખબર છે કે એક મુસ્લિમે સંઘનાં બીજા સરસંઘચાલાક શ્રી માધવરાવને પત્ર લખી એવી સલાહ આપી હતી કે મુસ્લિમ અંગીકાર કરવાથી બધું બરોબર થઇ જશે!! આ વાતની પુષ્ટિ ગુરુજીએ ગાંધી જન્મશતાબ્દી નિમિત્તે 6 ઓક્ટોબર 1969નાં દિવસે સાંગલીમાં થયેલ કાર્યક્રમમાં કરી હતી જે આ મુજબ છે- મને એક સૂફી મુસલમાનનો પત્ર મળ્યો. તેણે લખ્યું હતું- "દુનિયામાં આજકાલ ઈશ્વરને ન માનનારાઓનો પ્રભાવ વધી રહ્યો છે. એટલે આપણે ઈશ્વરને માનનારા લોકોએ એક થવું જોઈએ." આ સૂફી વ્યક્તિએ સુચન કર્યું તેમ દુનિયાનાં બધા ધર્મવાદીઓનું સંગઠન કેવી રીતે કરવું? આપણાં હિંદુ ધર્મનું ઉદાહરણ લઈએ, તેમાં કોઈ રામ કહે છે તો કોઈ કૃષ્ણ. તેમાં અનેક પંથભેદ છે. ભારતનો જૈનધર્મ જ લઈએ. તેને ઈશ્વરની કલ્પના જ માન્ય નથી. બૌદ્ધ ફક્ત બુદ્ધને જ માને છે. તે ઉપરાંત ઈસાઈ, મુસલમાન વગેરે અનેક પંથ છે. એવી સ્થિતિમાં ઈશ્વરવાદીઓ એકત્ર કેવી રીતે કરી શકાય? મેં તે સૂફી વ્યક્તિ સાથે મુલાકાત કરી અને પૂછ્યું- "આ કેવી રીતે શક્ય બને?" તેણે કહ્યું- "મારી પાસે એક ઉપાય છે અને તે એટલે બધાએ મુસલમાન થ

જગદગુરુ આદિ આદિશંકરાચાર્ય

જગદગુરુ આદિ શંકરાચાર્ય શંકરાચાર્યનો જન્મ કેરળનાં કાલડી ગામમાં ઇસ 788 માં થયો હતો. તેઓ નામ્બુદ્રી બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતાં. એમનાં માતાનું નામ આર્યામ્બા હતું. ઘણી જગ્યા એ અંબિકા કે સતિ નામ પણ પ્રાપ્ત થાય છે. એમનાં પિતાનું નામ શિવગુરૂ હતું. નિઃસંતાન શિવગુરૂ-આર્યામ્બા ને ત્યાં શિવ કૃપા થી બાળકનો જન્મ થયો હોવાથી એમનું નામ 'શંકર' રાખવામાં આવ્યું. શંકર જન્મથી જ દિવ્ય અને અસામાન્ય બુદ્ધિ વાળા હતાં. જન્મનાં એક વર્ષમાં જ એમણે સંસ્કૃત મુળાક્ષરો શીખી લીધા હતાં. બીજા વર્ષે માતૃભાષામાં વાચનશક્તિ કેળવી. ત્રીજા વર્ષે કાવ્ય અને પુરાણોનો અભ્યાસ કર્યો. જન્મનાં ચોથા વર્ષે પિતાનું મૃત્યુ થયું અને શંકરની બધી જવાબદારી માતા પર આવી. માતા એ પાંચમા વર્ષે ઉપનયન સંસ્કાર ગ્રહણ કરાવ્યાં. અને શંકરે બ્રહ્મચર્યાશ્રમમાં તપસ્વી જીવન સાથે વિદ્યાદ્યયન શરું કર્યું. આઠમાં વર્ષે શંકરે માતા પાસેથી સંન્યાસની અનુમતિ લઇ ઇસ. 796માં નર્મદાકિનારે ગુફામાં રહેતા ગોવિંદપાદાચાર્ય વિદ્વાન સન્યાસી પાસે દીક્ષા ગ્રહણ કરી. ગુરુ પાસે થી દર્શન-તત્વજ્ઞાનનાં બધા ગ્રંથોનું જ્ઞાન મેળવ્યું. ઉપરાંત ગુરુનાં ગુરુ ગૌડાપાદાચાર્ય અદ્

વિમળા થી નિર્મળા

"વિમળા થી નિર્મળા" ઉનાળાનાં દિવસો. સુરજ બરોબરનો તાપ વરસાવતો હતો. હાઇવે ને જોડતા, ગામની બહાર જવાના પાછળનાં રસ્તા પર વિમળા એના બે દીકરાઓને લઈને ઉતાવળી જતી હતી. જેવી રીતે ઉતાવળી ગાય કસાઈઓથી બચવા ઉતાવળી થાય એમ જ. વિમળાએ ફાટેલી સાડીનાં છેડાથી અડધું મોઢું ઢાંકયું હતું. અને એ જ સાડીથી કાખમાં તેડેલ બે વર્ષનાં નાના દીકરા ને તાપ થી બચાવવા ઢાંકી દીધેલો હતો. મોટો દીકરો દેવો પાંચ વર્ષનો. આંગળી એ પકડી ને નીકળી. "બા...બા....મારે પાણી પીવું  સે...બઉ તરસ લાગી સે!" "આજ થોડુંક સહન કરી લે મારા પેટ!, હમણાં હાઇવે પોગી જાહું... ઉતાવળો હાલ!" પ્રથમ વારનો પ્રયત્ન નિષ્ફળ ગયો પછી વિમળા બીજી વાર પોતાના સાસરેથી ભાગી નીકળી. આ એની પાસે છેલ્લી તક હતી. સાસરિયાઓનાં અત્યાચાર માંથી છુટવાની. થોડાંક આગળ જતાં જ મોટા દીકરાએ પહેરેલ એક સ્લીપર તુટયું. "બા....મને પગમાં બળે છે...મનેય તેડી લે ને!" "મારા પેટ! આ લે....તું મારા ચપ્પલ પેરી લે, જો તને તેડીશ તો હું ધીમી પડીશ અને હાઇવે પોગ્યાં પેલાં કોઈ જોઈ જશે તો....." નાના પગમાં વિમળાનાં પગનાં મોટા ચપ્પલ! એટલે પગ થોડા પાછળ પડવા