Posts

Showing posts from July, 2016

શહીદ ઉધમસિંહ

Image
આજે ૩૧ જુલાઈ શહીદ ઉધમસિંહનો બલિદાન દિવસ. ઉધમસિંહનો જન્મ ૨૬ ડિસેમ્બર ૧૮૯૯માં પંજાબનાં સંગરુર જિલ્લાનાં સુનામ ગામમાં થયો હતો.માતાપિતા એ રાખેલું નામ શેરસિંહ હતું. 1901માં માતાનું મૃત્યુ થયું અને 1907માં પિતાનું મૃત્યુ થયું. માતાપિતાનાં મૃત્યુ બાદ મોટાભાઈ મુકતાસિંહ સાથે અનાથ આશ્રમમાં રહેવા ગયા ત્યાં તેમનું નામ ઉધમસિંઘ રાખવામાં આવ્યું. 1917માં મોટાભાઈ મુક્તાસિંહનું મૃત્યુ થતા તેમણે અનાથ આશ્રમ છોડી દીધું અને આઝાદીની ચળવળમાં ક્રાંતિકારીઓ સાથે જોડાઈ ગયા. ઉધમસિંહ 1919માં થયેલા જલિયાંવાલાબાગ નરસંહારનાં પ્રત્યક્ષદર્શી હતાં. 13 એપ્રિલ 1919નાં દિવસે સિખોનો મોટો તહેવાર વૈસાખી હતો. આ દિવસે અંગ્રેજોનો રોલેટ એક્ટ, દમનકારી નીતિ અને નેતા સત્યપાલ અને સૈફુદ્દીનની ધરપકડનાં વિરોધમાં જલિયાવાલાબાગમાં મોટી સભા રાખવામાં આવી હતી. આ સભામાં 5000 જેટલાં ભાઈઓ-બહેનો-વૃદ્ઘો-બાળકો ભેગા થયા હતા. ઉધમસિંહ પણ આ સભામાં હાજર હતા.ત્યારે જલિયાંવાલાબાગનાં બહાર નીકળવાના મુખ્ય દરવાજે જનરલ ડાયર 90 અંગ્રેજ સૈનિકો સાથે આવી ત્યાં થી જ ગોળીબાર કરવાનો આદેશ આપી દીધો અને સભામાં ભેગા થયેલા 5000 નિર્દોષ લોકો પર ગોળીઓ નો વરસાદ થવા લાગ્યો

ક્યારે,કેવી રીતે અને કેમ દ્વારકાનગરીનો નાશ થયો??

કયારે, કેમ અને કેવી રીતે ડૂબ્યું દ્વારકા. ll શ્રી કૃષ્ણ ની નગરી દ્વારકા મહાભારત યુદ્ધ ના ૩૬ વર્ષ પછી દરિયા માં ડૂબી જાય છે, દ્વારકા ના સમુદ્ર માં ડૂબ્યા પહેલા શ્રી કૃષ્ણ સહિત બધા યદુવંશી પણ મરી જાય છે, બધા યદુવંશી ઓ ના મર્યા પછી દ્વારકા ના સમુદ્ર માં વિલીન થવા પાછળ મુખ્ય રૂપે બે ધટનાઓ જવાબદાર છે.એક માતા ગાંધારી દ્વારા શ્રી કૃષ્ણ ને આપેલ શ્રાપ અને બીજું ઋષીઓ દ્વારા શ્રી કૃષ્ણ પુત્ર સાંબ ને આપેલ. મહાભારત યુદ્ધ ની સમાપ્તિ પછી જયારે યુધિષ્ઠિર નું રાજતિલક થઈ રહ્યું હતું ત્યારે કોવરો ની માતા ગાંધારી એ મહાભારત યુદ્ધ માટે શ્રી કૃષ્ણ ને દોશી કહીને શ્રાપ આપ્યો કે જે રીતે કોરવો ના વંશ નો નાશ થયો છે તે રીતે જ યદુવંશ નો પણ નાશ થશે. મહાભારત યુદ્ધ પછી જયારે ૩૬ મુ વર્ષ ચાલુ થયું તો જુદા-જુદા અપશુકન થવા લાગ્યા, એક દિવસ મહર્ષિ વિશ્વામિત્ર, કણ્વ,દેવર્ષિ નારદ બધા દ્વારકા ગયા, ત્યા યાદવ કુળ ના કઈક નવયુવકો તેની સાથે મજાક કરવાનું વિચાર્યું, તે શ્રી કૃષ્ણના પુત્ર સાંબ ને સ્ત્રી વેશ માં ઋષીઓ પાસે લઈ ગયા અને કહ્યું કે આ સ્ત્રી ગર્ભવતી છે તેના ગર્ભ માંથી શું ઉત્પ્પન થશે, ઋષીઓ એ જયારે જોયું કે આ યુવક આમારું અપ

જાણો વેદમંત્રોનાં વિભાગ વિષે.

જાણો વેદમંત્રોનાં વિભાગ. પ્રત્યેક વેદમંત્રોનાં ચાર વિભાગ છે. ૧.સંહિતા સંહિતા એટલે વેદ મંત્રો નો એ ભાગ અથવા એવા વેદમંત્રો જેમાં દેવતાઓને આહ્વાન કરવામાં આવે છે, અથવા દેવતાઓને સંબોધી તેમની સ્તુતિ કરવામાં આવે છે. અત્યારે વેદમંત્રોનો આ સંહિતા ભાગ જ  'વેદ' તરીકે ઓળખાય છે. ૨.બ્રાહ્મણગ્રંથો જે વેદમંત્રોનો સમૂહ યાગ એટલે કે યજ્ઞને લગતો છે તેને બ્રાહ્મણગ્રંથો કહેવામાં આવે છે. આમ યજ્ઞની વિધિ, પ્રકાર, વગેરેનો સમાવેશ થાય છે. ૩.આરણ્યક ગ્રંથો જે વેદમંત્રોનો સમૂહ વાનપ્રસ્થ જીવન વિતાવી રહેલા વીતરાગ મનસ્વીઓ માટે કર્મ-વિધાનનું પ્રતિપાદન કરે છે તે આરણ્યકગ્રંથો. ૪.ઉપનિષદ જે વેદમંત્રોમાં ગુરુ-શિષ્ય પ્રશ્નોત્તર દ્વારા  દાર્શનિક ચર્ચા કરે છે તે ઉપનિષદો.આમાં સૃષ્ટિને ઉત્પન્ન કરનાર તત્વ 'બ્રહ્મ', જીવ, જગત, માયા, અજ્ઞાન, બંધન અને મોક્ષ જેવી ચર્ચા મુખ્ય હોય છે. जयतु संस्कृतम् जयतु भारतम्

જાણો વેદમંત્રોનાં વિભાગ વિષે.

જાણો વેદમંત્રોનાં વિભાગ. પ્રત્યેક વેદમંત્રોનાં ચાર વિભાગ છે. ૧.સંહિતા સંહિતા એટલે વેદ મંત્રો નો એ ભાગ અથવા એવા વેદમંત્રો જેમાં દેવતાઓને આહ્વાન કરવામાં આવે છે, અથવા દેવતાઓને સંબોધી તેમની સ્તુતિ કરવામાં આવે છે. અત્યારે વેદમંત્રોનો આ સંહિતા ભાગ જ  'વેદ' તરીકે ઓળખાય છે. ૨.બ્રાહ્મણગ્રંથો જે વેદમંત્રોનો સમૂહ યાગ એટલે કે યજ્ઞને લગતો છે તેને બ્રાહ્મણગ્રંથો કહેવામાં આવે છે. આમ યજ્ઞની વિધિ, પ્રકાર, વગેરેનો સમાવેશ થાય છે. ૩.આરણ્યક ગ્રંથો જે વેદમંત્રોનો સમૂહ વાનપ્રસ્થ જીવન વિતાવી રહેલા વીતરાગ મનસ્વીઓ માટે કર્મ-વિધાનનું પ્રતિપાદન કરે છે તે આરણ્યકગ્રંથો. ૪.ઉપનિષદ જે વેદમંત્રોમાં ગુરુ-શિષ્ય પ્રશ્નોત્તર દ્વારા  દાર્શનિક ચર્ચા કરે છે તે ઉપનિષદો.આમાં સૃષ્ટિને ઉત્પન્ન કરનાર તત્વ 'બ્રહ્મ', જીવ, જગત, માયા, અજ્ઞાન, બંધન અને મોક્ષ જેવી ચર્ચા મુખ્ય હોય છે. जयतु संस्कृतम् जयतु भारतम्

પ્રથમ સંસ્કૃત નાટ્યકાર મહાકવિ ભાસ

સંસ્કૃત સાહિત્યનાં પ્રથમ નાટ્યકાર મહાકવિ ભાસ ઇ સ.પૂર્વે ચોથી સદીમાં થઇ ગયેલા ભાસ સંસ્કૃત સાહિત્યનાં પ્રથમ નાટ્યકાર છે. ૧૯૦૬ માં કેરળની ત્રિવેન્દ્રમ ની ગુફામાંથી ટી.ગણપતિશાસ્ત્રી નામના સંસ્કૃત વિદ્વાન ને ભાસ ના નાટકોની હસ્તપ્રતો મળી. એમણે આ હસ્તપ્રતો પર સંશોધન કરી ૧૯૦૯ થી એક પછી એક ભાસનાં તેર નાટકો પુસ્તક રૂપે પ્રકાશિત કર્યા જેનાં નામ આ મુજબ છે : મહાભારત આધારિત છ નાટકો : ૧.કર્ણભારમ્ ૨.મધ્યમવ્યાયોગ ૩.દૂતવાક્યમ્ ૪.દૂતઘટોત્કચમ્ ૫.પંચરાત્રમ્ ૬.ઉરુભંગમ્ રામાયણ આધારિત બે નાટકો : ૧.અભિષેકનાટકમ્ ૨.પ્રતિમાનાટકમ્ ઉદયનકથા આધારિત બે નાટકો ૧.સ્વપ્નવાસવદત્તમ્ ૨.પ્રતિજ્ઞાયૌગંધરાયણમ્ કાલ્પનિક કથાવાસ્તુ આધારિત બે નાટકો ૧.અવિમારકમ્ ૨.ચારૂદત્તમ્ હરિવંશપુરાણ આધારિત એક નાટક બાલચરિતમ્ ભાસનાં આ તેર નાટકો ને સંયુક્ત રીતે 'ભાસનાટકચક્રમ્' તરીકે ઓળખવામાં આવે છે. મહાકવિ ભાસ એમનાં સમયમાં એટલા પ્રખ્યાત અને લોકપ્રિય હતાં કે એમનાં પછી થયેલા સંસ્કૃત સાહિત્યકારો મહાકવિ કાલિદાસ, દંડી, રાજશેખર જેવા મહાન કવિઓએ પોતાની કૃતિઓમાં ભાસ ને યાદ કરી એમને અંજલિ આપી છે. जयतु संस्कृतम् जयतु भारतम् -ન

જાણો સંસ્કૃત નાટકો વિષે.

સંસ્કૃત નાટકો માટે કહેવાયું છે- 'काव्येषु नाटकं रम्यम्' 'કાવ્યોમાં નાટક રમણીય છે' કારણ કે નાટક દૃશ્ય=જોઈ શકાય અને શ્રાવ્ય=સાંભળી ને આસ્વાદ લઇ શકાય એમ બન્ને પ્રકારનું કાવ્ય છે. જોઈ શકાતું હોવાથી નાટક ને 'રૂપક' પણ કહેવાય છે. ભરતમુનિએ नाट्यशास्त्रम्  નામક ૩૬ અધ્યાયનો વિશાળ ગ્રંથ લખ્યો છે જેમાં નાટક ના અથ થી ઇતિ વિષેનું બધું જ સમાવી લેવામાં આવ્યું છે. આમાં નાટકનું લક્ષણ આપતાં તેઓ એ લખ્યું છે- 'अवस्थानुकृतिर्नाट्यम्' નટો = અભિનેતો દ્વારા રામ વગેરે મહાન ચરિત્રોના જીવનની જુદી જુદી અવસ્થાઓનું અનુકરણ એટલે નાટ્ય. નાટકોનો મુખ્ય આધાર વસ્તું, નેતા અને રસ છે. વસ્તું એટલે કથાવાસ્તુ. સંસ્કૃત નાટ્યકાર રામાયણ મહાભારત પુરાણ અથવા વૈદિક કથાઓ માંથી કોઈ એક પ્રસંગ લઇ  સૌપ્રથમ પાત્રોની પસંદગી કરી તે પાત્રોના સંવાદો લખી નાટકનું કથાવાસ્તુ તૈયાર કરે છે, આ સળંગ કથાવાસ્તુ ને અમુક ચોક્કસ ભાગમાં વહેંચવામાં આવે છે, આ ભાગ ને અંક કહેવામાં આવે છે. ઓછામાં ઓછા એક અંકનું નાટક અને વધારેમાં વધારે દસ અંકોનું નાટક હોવું જોઈએ.નાટ્યકાર મૂળ કથામાં આવતા પ્રસંગોમાં ફેરફાર પણ કરે છે, જરૂર લાગે

વેદ શબ્દનો અર્થ, વ્યાખ્યા.

वेदामृतम् - ४ 'वेद' નો અર્થ. 'वेद' શબ્દ 'જાણવું' અર્થવાળા સંસ્કૃત ધાતુ √विद ज्ञाने  માંથી વ્યુત્પન્ન છે. જાણવું એ કોઈ નિશ્ચિત જ્ઞાન સાથે સંબંધિત છે, તો આ ક્યુ ચોક્કસ જ્ઞાન છે?? તો એનો જવાબ છે સંપૂર્ણ બ્રહ્માંડ અને તેના રહસ્યોનું જ્ઞાન. અને આ રહસ્યોની જ્ઞાન મેળવનાર જ્ઞાતાનું પોતાનું સાચું સ્વરૂપનું જ્ઞાન એ જ વેદનો મુખ્ય વિષય છે. નિરુક્તકાર આચાર્ય યાસ્કે 'વેદ' શબ્દની નિરુક્તિ આ રીતે આપી છે- 'ऋषिर्दर्शनात्' " ઋષિઓએ જે જોયું તે (મંત્રો) અથવા ઋષિઓને જે (મંત્રો) નાં દર્શન થયા તે વેદ." આ ઋષિઓનાં દર્શનમાં વિવિધ દેવોની સ્તુતિ દ્વારા જ્ઞાન, સૃષ્ટિ વિષયક જ્ઞાન, અને બ્રહ્મતત્વ વિષયક તત્વજ્ઞાન એ ત્રણ પ્રકારનાં જ્ઞાન નો સમાવેશ થાય છે. આચાર્ય સાયણ વેદોનાં પ્રખ્યાત ભાષ્યકાર છે. તેઓ 'વેદ'ની વ્યાખ્યા આપતા કહે છે- "આપણે પ્રત્યક્ષ પ્રમાણ (નજર સામે જોઈને) કે અનુમાન પ્રમાણ (મન થી અનુમાન કરીને) દ્વારા જે ઉપાય-જ્ઞાન ને જાણી નથી શકતાં તેને વેદ થી જાણી શકાય છે." વેદની એક વ્યાખ્યા આ પણ છે- "विद्यन्ते ज्ञायन्ते लभ्यन्ते वा एभिर्धर्म