વેદ શબ્દનો અર્થ, વ્યાખ્યા.

वेदामृतम् - ४ 'वेद' નો અર્થ.

'वेद' શબ્દ 'જાણવું' અર્થવાળા સંસ્કૃત ધાતુ √विद ज्ञाने  માંથી વ્યુત્પન્ન છે. જાણવું એ કોઈ નિશ્ચિત જ્ઞાન સાથે સંબંધિત છે, તો આ ક્યુ ચોક્કસ જ્ઞાન છે?? તો એનો જવાબ છે સંપૂર્ણ બ્રહ્માંડ અને તેના રહસ્યોનું જ્ઞાન. અને આ રહસ્યોની જ્ઞાન મેળવનાર જ્ઞાતાનું પોતાનું સાચું સ્વરૂપનું જ્ઞાન એ જ વેદનો મુખ્ય વિષય છે.

નિરુક્તકાર આચાર્ય યાસ્કે 'વેદ' શબ્દની નિરુક્તિ આ રીતે આપી છે-

'ऋषिर्दर्शनात्'
" ઋષિઓએ જે જોયું તે (મંત્રો) અથવા ઋષિઓને જે (મંત્રો) નાં દર્શન થયા તે વેદ."

આ ઋષિઓનાં દર્શનમાં વિવિધ દેવોની સ્તુતિ દ્વારા જ્ઞાન, સૃષ્ટિ વિષયક જ્ઞાન, અને બ્રહ્મતત્વ વિષયક તત્વજ્ઞાન એ ત્રણ પ્રકારનાં જ્ઞાન નો સમાવેશ થાય છે.

આચાર્ય સાયણ વેદોનાં પ્રખ્યાત ભાષ્યકાર છે. તેઓ 'વેદ'ની વ્યાખ્યા આપતા કહે છે-

"આપણે પ્રત્યક્ષ પ્રમાણ (નજર સામે જોઈને) કે અનુમાન પ્રમાણ (મન થી અનુમાન કરીને) દ્વારા જે ઉપાય-જ્ઞાન ને જાણી નથી શકતાં તેને વેદ થી જાણી શકાય છે."

વેદની એક વ્યાખ્યા આ પણ છે-

"विद्यन्ते ज्ञायन्ते लभ्यन्ते वा एभिर्धर्मादिपुरुषार्थाः इति वेदः।"

"જેનાથી ધર્મ,અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થો જાણી શકાય અથવા મેળવી શકાય યે વેદ."

આધુનિક વેદભાષ્યકારોમાં 'આર્ય સમાજ' નાં સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનું સ્થાન મહત્વનું છે. 'ऋग्वेदभाष्यभूमिका' માં 'વેદ' ની વ્યાખ્યા આપતા લખ્યું છે-

"विन्दन्ते लभन्ते, विन्दन्ते विचारयन्ति, सर्वे मनुष्याः सर्वा सत्यविद्या यैः येषु वा तथा विद्वांसश्र्च भवन्ति ते वेदाः ।"

જે પરમજ્ઞાન આપે છે તે અને જેમાં સત્યવિદ્યા રહેલી છે તે વેદ,
અથવા
જેનાથી પરમજ્ઞાન અને સત્યવિદ્યા મળે છે તે વેદ, અથવા
જેનાથી સત્યવિદ્યાઓનો વિચાર કરીને (મીમાંસા કરીને) મનુષ્ય પરમજ્ઞાન મેળવી શકે તે વેદ."

ટૂંકમાં 'વેદ' એટલે પરમજ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન.

આ વેદ શબ્દ ચાર વૈદિક સંહિતા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ એન અથર્વવેદનો પણ વાચક છે.

आम्नाय, निगम અને श्रुति વેદનાં પર્યાયવાચી શબ્દો છે.

ભારતીય દર્શનોમાં આસ્તિક દર્શનોનાં મૂળ વેદોમાં રહેલા હોવાથી વેદો ને आम्नाय કે निगम કહેવામાં આવ્યાં છે.

श्रुति એટલે સાંભળેલું. ગુરુ-શિષ્ય પરંપરામાં જ્ઞાનનાં ભંડાર સમા વેદોને માત્ર સાંભળી ને અર્થાત શ્રુતપરંપરા થી કંઠસ્થ કરીને સાચવવામાં આવતા આથી श्रुति એ વેદનો પાર્યાય વાચી શબ્દ બન્યો.

નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય'

જય માતૃભુમિ.

Comments

  1. ખુબજ સરસ સર... Download thase kharu sir.?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

જાણો સંસ્કૃત નાટકો વિષે.