પ્રથમ સંસ્કૃત નાટ્યકાર મહાકવિ ભાસ

સંસ્કૃત સાહિત્યનાં પ્રથમ નાટ્યકાર મહાકવિ ભાસ

ઇ સ.પૂર્વે ચોથી સદીમાં થઇ ગયેલા ભાસ સંસ્કૃત સાહિત્યનાં પ્રથમ નાટ્યકાર છે.

૧૯૦૬ માં કેરળની ત્રિવેન્દ્રમ ની ગુફામાંથી ટી.ગણપતિશાસ્ત્રી નામના સંસ્કૃત વિદ્વાન ને ભાસ ના નાટકોની હસ્તપ્રતો મળી. એમણે આ હસ્તપ્રતો પર સંશોધન કરી ૧૯૦૯ થી એક પછી એક ભાસનાં તેર નાટકો પુસ્તક રૂપે પ્રકાશિત કર્યા જેનાં નામ આ મુજબ છે :

મહાભારત આધારિત છ નાટકો :

૧.કર્ણભારમ્
૨.મધ્યમવ્યાયોગ
૩.દૂતવાક્યમ્
૪.દૂતઘટોત્કચમ્
૫.પંચરાત્રમ્
૬.ઉરુભંગમ્

રામાયણ આધારિત બે નાટકો :

૧.અભિષેકનાટકમ્
૨.પ્રતિમાનાટકમ્

ઉદયનકથા આધારિત બે નાટકો

૧.સ્વપ્નવાસવદત્તમ્
૨.પ્રતિજ્ઞાયૌગંધરાયણમ્

કાલ્પનિક કથાવાસ્તુ આધારિત બે નાટકો

૧.અવિમારકમ્
૨.ચારૂદત્તમ્

હરિવંશપુરાણ આધારિત એક નાટક

બાલચરિતમ્

ભાસનાં આ તેર નાટકો ને સંયુક્ત રીતે
'ભાસનાટકચક્રમ્' તરીકે ઓળખવામાં આવે છે.

મહાકવિ ભાસ એમનાં સમયમાં એટલા પ્રખ્યાત અને લોકપ્રિય હતાં કે એમનાં પછી થયેલા સંસ્કૃત સાહિત્યકારો મહાકવિ કાલિદાસ, દંડી, રાજશેખર જેવા મહાન કવિઓએ પોતાની કૃતિઓમાં ભાસ ને યાદ કરી એમને અંજલિ આપી છે.

जयतु संस्कृतम्
जयतु भारतम्

-નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય'

Comments

Post a Comment

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

જાણો સંસ્કૃત નાટકો વિષે.