Posts

Showing posts from April, 2016

ને તું યાદ આવે!

Image
એ મૃગનયની ને ... યાદોનું પોટલું ખોલું 'ને તું યાદ આવે! વિતેલી ક્ષણો સંભારું 'ને તું યાદ આવે! જાણે કઈ નગરીમાં છો તું? મોડી રાત જાગુ 'ને તું યાદ આવે! થોડી વાતો આપણી પુષ્પો સમી એ બાગમાં ટહેલું 'ને તું યાદ આવે! -નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય' ૨૦-૦૪-૨૦૧૬

એ મૃગનયની ને

Image
એ મૃગનય ની ને.... તારા વાળમાં મહેકતો ગજરો હું સેંથાનાં સિંદુરની લાલાશ હું લાલટમાં ચમકતો આભલો હું ભ્રમરોનો કામણગારો વળાંક હું તારી આંખનું આંજણ હું ગાલનો ભરાવો હું કર્ણે ઝુલતા કુંડળ હું નામણાં નાકની નથડી હું અધરોની મધુરતા હું કંઠે ઝુલતો હાર હું કેડ નો કંદોરો હું હાથનો ચુડલો હું પવને લહેરાતી ઓઢણી હું ઘાઘરાનો ઘેરાવો હું પગમાં રણકતી ઝાંઝર હું પાનીનાં અળતાં માં હું તારા અંગે અંગમાં હું ને મારા રોમે રોમમાં તું ! -નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય' ૧૬ એપ્રિલ ૨૦૧૬

સર પ્રભાશંકર પટ્ટણી

Image
આજે 15 એપ્રિલ આજનાં દિવસે 1862માં ભાવનગર રાજ્યનાં દિવાન સર પ્રભાશંકર પટ્ટણીનો જન્મ થયો હતો. દેશ-પરદેશમાં પ્રતિષ્ઠા મેળવનાર, રાજનીતિજ્ઞોમાં સન્માન અને સદભાવ મેળવનાર, બ્રિટિશ સરકારમાં વિશ્વાસ અને માન મેળવનાર અને નાનપણ થી જ ગાંધીજીનાં વિશ્વાસુ મિત્ર એવા સર પ્રભાશંકર પટ્ટણીએ પોતાનું સર્વસ્વ ભાવનગર રાજ્યને આપી ભાવનગર રાજ્યને નાના રાજ્યમાંથી મોટા રાજ્યમાં ગૌરવ ભર્યું સ્થાન અપાવ્યું હતું. પ્રભાશંકરનો જન્મ 15 એપ્રિલ 1862માં મોરબી માં થયો હતો. તેઓ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ હતા. મૂળ અટક ભટ્ટ હતી પણ સાસરિયા માં કોઇએ તેમનું અપમાન કર્યુ અને તેમણે પોતાની અટક ભટ્ટ માંથી પટ્ટણી બદલી. તેમનાં પ્રથમ લગ્ન 1878માં  પ્રસિદ્ધ વૈદ્યરાજ ઝંડુ ભટજી નાં ભાઈ માનીભાઈની પુત્રી કુંકીબહેન સાથે થયા હતા. ફૂંકીબહેનનું અવસાન થતા પ્રભાશંકરનાં બીજા લગ્ન 1881માં ઝંડુ ભટજીનાં બીજા ભાઈ રાજવૈદ્ય વિશ્વનાથ વિઠ્ઠલજીની પુત્રી રામબહેન સાથે થયા હતા. ગુજરાતી માધ્યમમાં સાત ધોરણ ભણ્યા પછી મેટ્રીક કરવા રાજકુમાર કોલેજમાં ભણ્યા.ત્યાં સમસ્ત કાઠિયાવાડમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા. ત્યારબાદ મુંબઈ મેડિકલ કોલેજ માં પ્રવેશ લીધો પણ સ્વાસ્થ્ય સા