એ મૃગનયની ને

એ મૃગનયની ને....


તારા વાળમાં મહેકતો ગજરો હું

સેંથાનાં સિંદુરની લાલાશ હું

લાલટમાં ચમકતો આભલો હું

ભ્રમરોનો કામણગારો વળાંક હું

તારી આંખનું આંજણ હું

ગાલનો ભરાવો હું

કર્ણે ઝુલતા કુંડળ હું

નામણાં નાકની નથડી હું

અધરોની મધુરતા હું

કંઠે ઝુલતો હાર હું

કેડ નો કંદોરો હું

હાથનો ચુડલો હું

પવને લહેરાતી ઓઢણી હું

ઘાઘરાનો ઘેરાવો હું

પગમાં રણકતી ઝાંઝર હું

પાનીનાં અળતાં માં હું

તારા અંગે અંગમાં હું

ને મારા રોમે રોમમાં તું !

-નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય'

૧૬ એપ્રિલ ૨૦૧૬

Comments

Post a Comment

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

જાણો સંસ્કૃત નાટકો વિષે.