Posts

Showing posts from 2016

वेदांग અને वेदांत

वेदामृतम् - એક સરળ વાત - ૧ वेदांग અને वेदांत આ બે શબ્દોનું ઉચ્ચારણ સમાન રીતે થાય છે પણ બંનેનો અર્થ અલગ થાય છે અને બંનેનું અસ્તિત્વ પણ અલગ છે. वेदांग = વેદનાં અંગો. વેદનાં 6-છ અંગો છે. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. વેદનો પરંપરાગત અભ્યાસ કરવાનું ઇચ્છનારા વ્યક્તિ એ આ છ વેદાંગોનું જ્ઞાન હોવું જરૂરી છે. ( वेदामृतम् માં ઋગ્વેદ અને યજુર્વેદનો પરિચય જોયો, હવે वेदामृताम् માં આ છ વેદાંગોનો પરિચય આવશે, પછી શેષ બે વેદોનો પરિચય આવશે.) वेदांत = વેદનો અંતભાગ = ઉપનિષદ સાહિત્ય. વૈદિક સાહિત્યને આ ચાર ક્રમમાં વિભાજિત કરવામાં આવ્યું છે- ૧. વેદ સંહિતા-મંત્રો જેને આપણે ઋગ્વેદ-યજુર્વેદ-સામવેદ-અથર્વવેદ તરીકે ઓળખીએ છીએ. ૨. બ્રાહ્મણ સાહિત્ય-વેદમંત્રો થી ભિન્ન ગદ્ય-પદ્ય મંત્રોવાળું સાહિત્ય, દરેક વેદસંહિતાનાં પોતાના સ્વતંત્ર બ્રાહ્મણગ્રંથો છે. ૩.આરણ્યક સાહિત્ય- વેદમંત્રો થી ભિન્ન ગદ્ય-પદ્ય મંત્રોવાળું અરણ્ય=વનમાં રચાયેલું અને બોધપ્રદ વૈદિક આખ્યાનોવાળું સાહિત્ય. ૪.ઉપનિષદ સાહિત્ય - 'ઉપનિષદ' નો સામાન્ય અર્થ થાય છે ગુરુની પાસે જઈને નીચે બેસીને શિષ્ય વેદનું પરમજ્ઞાન મેળવે એ. દરેક

वेदामृतम् - ६ यजुर्वेद परिचय

Image
वेदामृतम् - ६ यजुर्वेद परिचय ચાર વેદોમાં ऋग्वेद પછી यजुर्वेद નું સ્થાન છે. વાયુપુરાણતો यजुर्वेद ને ऋग्वेद થી પણ જુનો કહે છે. એટલે ભલે ક્રમમાં બીજું સ્થાન છે પણ મહત્વતો ઋગ્વેદનાં જેટલું જ છે. આ યજુર્વેદનો વિસ્તારથી પરિચય જોઈએ. 1) यजुर्वेद પરિભાષા : यजुर्वेद નાં મંત્રોને यजु: = यजुष्  કહેવામાં આવે છે. આ यजु:  શબ્દનાં ઘણા અર્થ થાય છે, પણ મુખ્ય અર્થ 'યજ્ઞ' થાય છે. પાણિનિમુનિ એ यज्ञ ની ઉત્પત્તિ यज् = યજન કરવું ધાતુથી બતાવી છે. બ્રાહ્મણગ્રંથોમાં यजु: ને यज् ધાતુ સંબંધિત બતાવ્યું છે. આ રીતે यजु: , यज् અને यज्ञ ત્રણેય શબ્દો એકબીજાનાં પર્યાય બને છે. આ રીતે યજ્ઞમંત્રો દ્વારા પરમજ્ઞાન આપતો ગ્રંથ તે યજુર્વેદ. 2) यज्ञ નું વાસ્તવિક સ્વરૂપ -યજ્ઞ અહિંસાત્મક છે : યજુર્વેદનાં મંત્રો યજ્ઞનું પ્રતિપાદન કરનારા છે. આથી જ પ્રાચીન ભારતની યજ્ઞ સંસ્થાઓનાં પરિચય અને  યજ્ઞ સંબંધી અધ્યયન માટે યજુર્વેદને મહત્વ આપવામાં આવ્યું છે. યજ્ઞની બે ધારાઓ/પ્રકાર છે. એક યજ્ઞનું સનાતન રૂપ જેનાથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઇ અને બાદમાં સૃષ્ટિનું પોષણ અને પરિવર્તન થતું રહ્યું છે. બીજું યજ્ઞનું લૌકિક સ્વરૂપ જે સંકલ્પપૂર્

ઋગ્વેદ પરિચય

वेदामृतम् - ५ ऋग्वेद परिचय 'ઋગ્વેદ' શબ્દમાં બે પદો રહેલાં છે,  ઋક્ અને વેદ. ઋક્ નો અર્થ આવો થાય છે- "ऋच्यते स्तूयते अनया देवा: सा ऋक्" "જે મંત્રો દ્વારા દેવતાઓની સ્તુતિ કરવામાં આવે છે તેને ઋક્ કહેવામાં આવે છે." 'વેદ' શબ્દનો અર્થ અને વિભાવના આપણે "वेदामृतम् -४ વેદ શબ્દનો અર્થ" માં મેળવ્યો. આ બંને પદોની પાણિનિ વ્યાકરણના વ્યંજનસંધિ નિયમનાં સૂત્ર "झलां जशोऽन्ते" મુજબ 'ઋક્' માં રહેલ 'ક્' નો સંધિ થતા 'ગ્' બન્યો અને 'ઋગ્વેદ' શબ્દ બન્યો, જેનો અર્થ થાય છે જેમાં દેવતાઓની સ્તુતિઓ દ્વારા જે પરમજ્ઞાન અપાયું છે તે ઋગ્વેદ. ઋષિઓ દ્વારા ગ્રથન અને ઋગ્વેદની શાખાઓ : વેદો અપૌરુષેય ગ્રંથ છે. વેદમંત્રોનાં પૌરાણિક ઋષિઓને દર્શન થયા હતા અને ત્યારબાદ એ મંત્રોને ઋષિઓએ એમના શિષ્યોને-પુત્રોને ભણાવ્યા. અને કોઈ સમયે આ અમૂલ્ય જ્ઞાન નાશ ન થાય માટે તે સમયની પ્રણાલી અને લેખનસામગ્રી મુજબ આ મંત્રોને 'ગ્રંથ' નું સ્વરૂપ આપવામાં આવ્યું. મંત્રદૃષ્ટા માત્ર ઋષિઓ જ ન હતાં, ઋષિકાઓ પણ હતી. જે જે ઋષિઓએ પોતાના આશ્રમમાં પોતાની અલગ

चंदवरदाई कृत ज्वालामुखी स्तुति

Image
ज्वालामुखी स्तुति महाकवि चंदवरदाई पृथ्वीराज रासो के रचियता और पृथ्वीराज  चौहान के राजकवि द्वारा रचित श्री ज्वालामुखी स्तुति  नमस्ते भवानी दोहा चिंता विघन विनाषनी, कमलासनी शकत्त वीसहथी हॅस वाहनी, माता देहु सुमत्त। छन्द भुजंगप्रयात नमो आदि अन्नादि तूंही भवानी तुंही जोगमाया तूंही बाक बानी तुंही धर्नि आकाष विभो पसारे   तुंही मोह माया बिखे षूल धारे । 1। तुंही चार वेदं खटं भाष चिन्ही तुंही ज्ञान विज्ञाान मेे सर्व भीनी तुंही वेद विद्या चऊदे प्रकाषी     कला मंड चोवीस की रूप राषी। 2। तुंही रागनी राग वेदं पुराणम तुंही जन्त्र मे मन्त्र में सर्व जाणम तुंही चन्द्र मे सूर्य मे एक भासै   तुंही तेज में पुंज मेेे श्री प्रकाषै । 3। तुंही सोखनी पोखनी तीन लोकं तुंही जागनी सोवनी दूर दोखं तुंही धर्मनी कर्मनी जोगमाया   तुंही खेचरी भूचरी वज्रकाया । 4। तुंही रिद्धि की सिद्धि की एक दाता तुंही जोगिनी भोगिनी हो विधाता तुंही चार खानी तुंही चार वाणाी   तुंही आतमा पंच भूतं प्रमाणी । 5। तुंही सात द्वीपं नवे खंड मंडी तुंही घाट ओघाट ब्रह्मंड डंडी तुंही धर्नि आकाष तूं बेद बानी तुंही नित्य नौ

સ્વયંસેવકનું ભાષણ કેવું હોવું જોઈએ?

5 ડિસેમ્બર 1942 નાં દિવસે પ્રાંત ગ્રામીણક્ષેત્રનાં કાર્યકર્તાઓની બેઠક, પુણેમાં પૂજ્ય ગુરુજી એ ડૉક્ટરજી વિષે આપેલા ભાષણનો એક ભાગ. * * * * * * * ઉગ્રતાથી બોલવાથી વૃત્તિ બનતી નથી. "अधजल गगरी छलकत जाए". પરંતુ અત્યંત ઊંડો ગંગાનો પ્રવાહ શાંતિથી વહે છે. ઉગ્ર ભાષણોથી લાગણીઓ ક્ષણ પૂરતી ભડકી શકે છે. ખૂબજ કર્તૃત્વ હોય તો ખુબ જ મૌનની જરૂર રહે છે, પછી ભલે લોકો ટીકા ટિપ્પણી કરે. આપણાં હિંદુ સમાજમાં નિરંતરતાનો ગુણ અપવાદરૂપ છે તેમાં આટલી મોટી સંખ્યામાં લોકો સતત કાર્ય કરી રહ્યાં છે તે શું બતાવે છે? એ પ્રત્યક્ષ કાર્ય કરવાથી સંભવ બન્યું છે અને તે દૃથ સંસ્કારોની પરિણતિ છે. માત્ર બોલવાથી કંઈ થયું નથી. ભાષાણોમાં રક્તમાંસનો વ્યર્થ ઉલ્લેખ કરવો એ હાસ્યાસ્પદ લાગે છે. ભાષણ અથવા બોલવાનું સરળ અને શુદ્ધ પરંતુ મનને આકર્ષિત કરે એવું સંયમવાળું હોવું જોઈએ. આપણું કામ સંગઠનનું છે અને તે માટે જરૂરી અભ્યાસ આપણે પ્રયત્નપૂર્વક કરવો જોઈએ. * * * * * * * શ્રી ગુરુજી સમગ્ર ખંડ 1 "આદરાંજલિ" નાં પ્રકરણ 4 "સંઘપ્રસાદના નિર્માતા" માંથી. જય માતૃભુમિ.

સ્વયંસેવક કેવો હોવો જોઈએ?

Image
5 ડિસેમ્બર 1942 નાં દિવસે પ્રાંત ગ્રામીણક્ષેત્રનાં કાર્યકર્તાઓની બેઠક, પુણેમાં પૂજ્ય ગુરુજી એ ડૉક્ટરજી વિષે આપેલા ભાષણનો એક ભાગ. * * * * * * * આપણાં કામમાં માત્ર શ્રદ્ધાનો ગુણ હોય તે પર્યાપ્ત નથી. તેની સાથે બુદ્ધિમત્તા અને નેતૃત્વ કુશળતાનો સંયોગ પણ હોવો જોઈએ. કેટલાક સ્વયંસેવકો માત્ર શ્રદ્ધાથી આવે છે, તેઓ ઉત્તમ અનુયાયી હોય છે. શ્રદ્ધામાં ક્યારેક ક્યારેક સ્વભાવનું ભોળપણ પણ હોય છે અને ક્યારેક ગાંડપણ ( શ્રદ્ધાનો અતિરેક ) પણ હોય છે, જે ન હોવું જોઈએ. આંધળી લૂલી શ્રદ્ધા શું કામની? સ્વયંસેવક એવો હોવો જોઈએ જે કોઈપણ પરિસ્થિતિમાં પ્રેમનાં અનુશાસનથી લોકોનું નેતૃત્વ લઇ તેમને જરૂરી માર્ગદર્શન આપી શકે. આ વર્ષે આપણે એવા સ્વયંસેવકો  તૈયાર કરવાનું કામ કરવાનું છે. બાલ સ્વયંસેવક અન્યોને સંઘમાં લાવે છે તેમાં તેમનો નેતૃત્વનો ગુણ દેખાઈ આવે છે. સ્વયંસેવકોનો આ ગુણ વધારે પ્રમાણમાં વધારવાનો છે. એ પ્રકારનાં નેતાનું નિર્માણ કરવું એટલે વજ્રભેદી શક્તિનું નિર્માણ કરવા બરાબર છે. આપણાં સંઘકાર્ય થી આવી શક્તિ નિર્માણ થાય છે અને સમાજ બળવાન બને છે. આપણાં સ્વયંસેવકોનું નેતૃત્વ અનુયાયીત્વના પાયા ઉપર ઉભું છે એ બાબતનો આપણે

પૂજ્ય ગુરુજીનું પ્રથમ ભાષણ

Image
તારીખ 3જી જુલાઈ, 1940. સંઘનાં આદ્ય સ્થાપક અને પ્રથમ સરસંઘચાલક ડોક્ટર હેડગેવારજીનાં મૃત્યુનો તેરમો દિવસ. નાગપુરનાં રેશમબાગ મેદાન ઉપર ડૉક્ટરજીનાં પાર્થિવ દેહને જ્યાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો એ જ જગ્યા ની સામે નવા સરસંઘચાલક ની જાહેરાત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય શ્રી બાબાસાહેબ પાધ્યે એ નવા સરસંઘચાલક તરીકે માધવરાવ સદાશિવરાવ ગોળવલકર "ગુરુજી" ની નિયુક્તિની ઘોષણા કરતું ભાષણ કર્યું. ત્યારબાદ ડૉક્ટરજીનાં વયોવૃદ્ધ કાકા શ્રી આબાજી હેડગેવારે નવા સરસંઘચાલક ને પ્રણામ આપતું ભાષણ કર્યું. ત્યારબાદ પૂજ્ય ગુરુજીએ નૂતન  સરસંઘચાલક તરીકે પોતાનું પ્રથમ ભાષણ કર્યું. જોઈએ આ ભાષણનાં થોડાક અંશો. "ડૉક્ટરજી સ્વયં એક ઉચ્ચ આદર્શ હતાં. આવા મહાપુરુષની પૂજા કરવામાં પણ મને અભિમાન થશે.....પરંતુ આ પૂજા અબીલ-ગુલાલ, ચોખા કે પુષ્પથી નહિ થાય. જેની પૂજા કરવાની છે એના જેવા થવાનો પ્રયાસ કરવો એ જ સાચી પૂજા છે. "शिवो भूत्वा शिव यजेत्" એ આપણાં ધર્મની વિશેષતા છે." "અમારા ડૉક્ટરજીએ મતમતાંતરોના કોલાહલમાં વિલીન થઇ જાય એવું નબળું સંગઠન અમારા હાથમાં સોંપ્યું નથી. અમાર

ભારત રત્ન ડો.અબ્દુલ કલામ સાહેબ

Image
આજે 15 ઓક્ટોબર આપણાં 11માં રાષ્ટ્રપતિ આદરણીય એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબ (Avul Pakir Jainulabdeen Abdul Kalam) નો જન્મદિવસ છે. કલામ સાહેબનો જન્મ 15 ઓક્ટોબર 1931નાં દિવસે  હાલનાં ધનુષ્કાડી ગામ, રામનાથપુરમ જિલ્લો, તામિલનાડુમાં થયો હતો. (ત્યારે રામેશ્વરમ, રામનાદ જિલ્લો, મદ્રાસ પ્રેસિડેન્સી) હાઇસ્કુલનો અભ્યાસ Schwartz Higher Secondary School, Ramanathapuram માં થયો હતો. ત્યારબાદ 1954માં મદ્રાસ યુનિવર્સિટી સંલગ્ન Saint Joseph's College, Tiruchirappalli, માંથી physics -ફિઝિક્સ મેઈન વિષય સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ત્યારબાદ 1955 થી 1958માં મદ્રાસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (MIT) માં aerospace engineering માં ડિગ્રી મેળવી. ડિગ્રી પૂર્ણ કર્યા બાદ કલામ સાહેબ 1960માં ભારત સરકારનાં  Defence Research and Development Organisation (DRDO) ના Aeronautical Development  Establishment વિભાગમાં વૈજ્ઞાનિક તરીકે કાર્ય કરવાં જોડાયા. 1962 માં ડો.વિક્રમ સારાભાઈનાં અધ્યક્ષપદે ચાલતી કમિટી Indian National Committee for Space Research (INCOSPAR) અંતરિક્ષવિજ્ઞાનનાં ક્ષેત્રમાં કાર્ય કર્યું હતું. 1969 માં

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ 'ઋતુસંહાર'

Image
સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ કાલિદાસે સાત કૃતિઓ આપી છે. આ સાત કૃતિઓમાં બે નાની પદ્યકૃતિઓ છે. પદ્યકૃતિઓ એટલે કે માત્ર શ્લોકોનુ બનેલું કાવ્ય. વિદ્વાનોએ આવી કૃતિને  ‘કાવ્યકૃતિ’ એવું પણ એક નામ આપ્યું  છે. કાલિદાસની બે કાવ્યકૃતિઓમાં પ્રથમ   ऋतुसंहारम्  છે અને બીજી मेघदूतम् છે. અહીં વાત ऋतुसंहारम् ની કરવાની છે.   ऋतुसंहारम्  છ વિભાગોવાળું 147 શ્લોકોનું કાવ્ય છે. દરેક વિભાગને ‘સર્ગ’ એવું નામ આપવામાં આવ્યું છે. દરેક સર્ગમાં એક એમ ભારતવર્ષની છ ઋતુઓ ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર, અને વસંતનું વર્ણન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ કાવ્ય સરળ સંસ્કૃત પદોવાળું છે. સામાસો (એક કરતા વધારે જોડાયેલા શબ્દો) નહિવત છે,ક્યાંક ક્યાંક નિમ્ન અને મધ્યમ સમાસ છે, ઉગ્ર સમાસ ને સ્થાન જ નથી આપ્યું. ऋतुसंहारम् માં કુદરતનાં પલટાતાં રંગની સાથે દરેક પરિવર્તનની માનવજીવન પર શું અસર થાય છે તે દર્શાવ્યું છે. પ્રકૃતિનાં પ્રાધાન્યમાં માનવોની ઉર્મિઓ અને ભાવો ને વણી લીધા છે. દરેક વર્ણન પ્રિયતમ પોતાની પ્રિયતમા ને કહે છે અથવા પ્રિયતમા પોતાનાં પ્રિયતમ ને કહે છે.   ऋतुसंहारम् ની  શરૂઆત બળબળતા પ્રચંડ સૂર્ય અને અને જેની શીતળતાની સ્પૃહા

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ કાલિદાસે સાત કૃતિઓ આપી છે. આ સાત કૃતિઓમાં બે નાની પદ્યકૃતિઓ છે. પદ્યકૃતિઓ એટલે કે માત્ર શ્લોકોનુ બનેલું કાવ્ય. વિદ્વાનોએ આવી કૃતિને  ‘કાવ્યકૃતિ’ એવું પણ એક નામ આપ્યું  છે. કાલિદાસની બે કાવ્યકૃતિઓમાં પ્રથમ ऋतुसंहरम् છે અને બીજી मेघदूतम् છે. અહીં વાત ऋतुसंहारम् ની કરવાની છે. ऋतुसंहरम् છ વિભાગોવાળું 147 શ્લોકોનું કાવ્ય છે. દરેક વિભાગને ‘સર્ગ’ એવું નામ આપવામાં આવ્યું છે. દરેક સર્ગમાં એક એમ ભારતવર્ષની છ ઋતુઓ ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર, અને વસંતનું વર્ણન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ કાવ્ય સરળ સંસ્કૃત પદોવાળું છે. સામાસો (એક કરતા વધારે જોડાયેલા શબ્દો) નહિવત છે,ક્યાંક ક્યાંક નિમ્ન અને મધ્યમ સમાસ છે, ઉગ્ર સમાસ ને સ્થાન જ નથી આપ્યું. ऋतुसंहारम् માં કુદરતનાં પલટાતાં રંગની સાથે દરેક પરિવર્તનની માનવજીવન પર શું અસર થાય છે તે દર્શાવ્યું છે. પ્રકૃતિનાં પ્રાધાન્યમાં માનવોની ઉર્મિઓ અને ભાવો ને વણી લીધા છે. દરેક વર્ણન પ્રિયતમ પોતાની પ્રિયતમા ને કહે છે અથવા પ્રિયતમા પોતાનાં પ્રિયતમ ને કહે છે. ऋतुसंहरम् ની શરૂઆત બળબળતા પ્રચંડ સૂર્ય અને અને જેની શીતળતાની સ્પૃહા રાખવામાં આવે