શહીદ ઉધમસિંહ

આજે ૩૧ જુલાઈ

શહીદ ઉધમસિંહનો બલિદાન દિવસ.

ઉધમસિંહનો જન્મ ૨૬ ડિસેમ્બર ૧૮૯૯માં પંજાબનાં સંગરુર જિલ્લાનાં સુનામ ગામમાં થયો હતો.માતાપિતા એ રાખેલું નામ શેરસિંહ હતું. 1901માં માતાનું મૃત્યુ થયું અને 1907માં પિતાનું મૃત્યુ થયું. માતાપિતાનાં મૃત્યુ બાદ મોટાભાઈ મુકતાસિંહ સાથે અનાથ આશ્રમમાં રહેવા ગયા ત્યાં તેમનું નામ ઉધમસિંઘ રાખવામાં આવ્યું. 1917માં મોટાભાઈ મુક્તાસિંહનું મૃત્યુ થતા તેમણે અનાથ આશ્રમ છોડી દીધું અને આઝાદીની ચળવળમાં ક્રાંતિકારીઓ સાથે જોડાઈ ગયા.

ઉધમસિંહ 1919માં થયેલા જલિયાંવાલાબાગ નરસંહારનાં પ્રત્યક્ષદર્શી હતાં.

13 એપ્રિલ 1919નાં દિવસે સિખોનો મોટો તહેવાર વૈસાખી હતો. આ દિવસે અંગ્રેજોનો રોલેટ એક્ટ, દમનકારી નીતિ અને નેતા સત્યપાલ અને સૈફુદ્દીનની ધરપકડનાં વિરોધમાં જલિયાવાલાબાગમાં મોટી સભા રાખવામાં આવી હતી. આ સભામાં 5000 જેટલાં ભાઈઓ-બહેનો-વૃદ્ઘો-બાળકો ભેગા થયા હતા. ઉધમસિંહ પણ આ સભામાં હાજર હતા.ત્યારે જલિયાંવાલાબાગનાં બહાર નીકળવાના મુખ્ય દરવાજે જનરલ ડાયર 90 અંગ્રેજ સૈનિકો સાથે આવી ત્યાં થી જ ગોળીબાર કરવાનો આદેશ આપી દીધો અને સભામાં ભેગા થયેલા 5000 નિર્દોષ લોકો પર ગોળીઓ નો વરસાદ થવા લાગ્યો. માત્ર જ 10 મિનિટમાં 1650 રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું. કેટલાય નિર્દોષો જીવ બચાવવા કૂવામાં પડ્યા.જીવિત અને મૃત નિર્દોષોના દેહ થી કૂવો ઉપર સુધી ભરાઈ ગયો. તો કેટલાયે જીવ બચાવવા દિવાલ પાર કરવા પ્રયત્ન કર્યા. (દિવાલ પાર કરવા માટે  નિર્દોષો ના હાથનાં નખ થી થયેલા લીસોટાના નિશાન આજે પણ દેખાય છે )
1200 થી વધુ લોકોનાં મૃત્યુ થયાં. ઉધમસિંહે આ નરસંહાર નજરે જોયો અને જલિયાવાલાબાગની માટી મુઠીમાં ભરી જનરલ ડાયરની હત્યા કરવાની પ્રતિજ્ઞા લીધી.

ઉધમસિંહ આફ્રિકા, નૈરોબી, બ્રાઝીલ અને અમેરિકામાં જુદા જુદા નામે રહ્યાં અને 1934માં લંડન આવી રહેવા લાગ્યા. ત્યાં તેમણે એક કાર ખરીદી અને જનરલ ડાયરની હત્યા કરવાં 6 રાઉન્ડવાળી પિસ્તોલ ખરીદી.

13 માર્ચ 1940 ના દિવસે લંડન ના કાકસ્ટન હોલમાં રોયલ સેન્ટ્રલ એશિયન સોસાયટીની મિટિંગ હતી. આ મિટિંગમાં જનરલ ડાયરા પણ વક્તા તરીકે હાજર રહેવાનાં હતાં.

આ સમાચાર મળતા જ ઉધમસિંહ જનરલ ડાયરની હત્યા કરવા સજ્જ થઇ ગયા. તેમણે પોતાની રિવોલ્વર એક જાડા પુસ્તકમાં રિવોલ્વરનાં આકાર જેટલા પાનાઓ કટિંગ કરી રિવોલ્વર સરળતાથી પુસ્તકમાં છુપાવી શકાય એવી જગ્યા બનાવી.

મિટિંગનાં સ્થળે પહોચી ઉધમસિંહે જનરલ ડાયર પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યું, જેનાથી જનરલ ડાયરનું તત્કાલ મૃત્યુ થયું.

જલિયાવાલાબાગ નરસંહારનાં 21 વર્ષ પછી ઉધમસિંહે તેનો બદલો લીધો.1200 થી વધારે નિર્દોષ ભાઈ-બહેનોની હત્યા નજરે જોઈ અને જે પ્રતિજ્ઞા કરી હતી એ પુરી થઇ. ઉધમસિંહ ભાગ્યા નહીં પણ ધરપકડ વહોરી.

તેમનાં પર હત્યાનો  કેસ ચાલ્યો. 4 જૂન 1940માં તેમને દોષી જાહેર કરાયા અને તેમને ફાંસીનો આદેશ આપવામાં આવ્યો.

આજ ના દિવસે 1940માં એટલે કે 31 જુલાઈ 1940માં ઉધમસિંહને પેન્ટનવીલે જેલમાં ફાંસી આપવામાં આવી.

મા ભારતીનાં આ વીર સપૂત ને બલિદાન દિવસ પર સો સો સલામ.

વંદે ભારત માતરમ્

-નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય'

Comments

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

જાણો સંસ્કૃત નાટકો વિષે.