ક્રાન્તિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા

જ 30 માર્ચ

આજે ક્રાન્તિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની પુણ્ય તિથિ છે.

ભારતની આઝાદી માટે અનેક ક્રાંતિકારીઓને વર્માજી દ્વારા પ્રેરણા મળી હોવા થી એમને 'ક્રાન્તિગુરુ' કહેવામાં આવ્યા છે.

એમનો જન્મ 4 અક્ટોબર 1857 માં ગુજરાતનાં માંડવી શહેરમાં થયો હતો.

તેઓ દયાનંદ સરસ્વતી અને બાલગંગાધર તિલક થી પ્રભાવિત થયા હતા.માત્ર 20 વર્ષની ઉમર થી જ સ્વરાજ પ્રાપ્તિ પ્રવૃત્તિઓ કરવા લાગ્યા.

વર્માજી પ્રથમ ભારતીય હતા જેમણે ઓક્સફોર્ડ માં M.A. અને Bar-at-Law કર્યું હતું. સંસ્કૃતનાં વિદ્વાન હતા. વર્માજી એ એક વાર પુણેમાં સંસ્કૃત માં એવું પ્રભાવી ભાષણ આપ્યું કે ત્યારના ઓક્સફોર્ડ યુનિવર્સિટીનાં સંસ્કૃત વિભાગનાં વડા
મોનિયર વિલિયમ્સે એમને વર્માજીને ઓક્સફોર્ડ માં સંસ્કૃત નાં સહાયક અધ્યાપકનું પદ આપ્યું.

1905 થી 1910 માં વર્માજી એ ઇંગ્લેન્ડ માં 'ધ ઇન્ડિયન સોશિઓલોજીસ્ટ' માસિક સમાચાર પત્ર શરૂ કર્યું અને રાષ્ટવાદી વિચારોનાં પ્રચાર માટે ઇંગ્લેન્ડ માં 'ઇન્ડિયન હાઉસ' ની સ્થાપના કરી.

ભારતમાં આવી ને વર્માજી એ ક્રાંતિકારી છાત્રોઓ માટે 'ઇન્ડિયન હોમ રૂરલ સોસાયટી' ની શરૂઆત કરી. વિલિયમ હાર્ટ કર્જન વાયલી ને ગોળીઓ થી વીંધનાર મદનલાલ ઢીંગરા એમના પ્રિય શિષ્ય હતા. આથી મદનલાલના મૃત્યુ પછી ક્રાંતિકારી છાત્રો માટે 'ઢીંગરા સ્કોલરશીપ' શરુ કરી.

વર્માજી ની પ્રેરણા થી જ ઊધમસિંહે જલિયાંવાલા બાગ હત્યાકાંડ કરનાર જનરલ-ઓ-ડાયર નો વધ કર્યો હતો.

વર્માજી ની સાથે સાવરકરજી, સરદારસિંહજી રાણા (આપણા સદુભા) અને મેડમ ભીખાઇજી
કામા સક્રિય થયા.

ભારતમાં થતી બૉમ્બ પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય છે એવું બ્રિટિશ સરકાર ને જાણ થતા જ વર્માજી પેરિસ જતા રહ્યા, ત્યાં પણ એમના પર રાજદ્રોહ નો આરોપ લગાડવામાં આવતા તેઓ પત્ની સાથે જીનેવા જતા રહ્યા.

આજ ના દિવસે 1930 માં વર્માજીનું મૃત્યુ થયું. વર્માજીની અંતિમ ઈચ્છા તેમનાં અસ્થી ભારતમાં લઇ જવામાં આવે એ હતી.
વર્તમાન ગુજરાત સરકારે અથાગ પ્રયત્નો કરી 11 ફેબ્રુઆરી 2014 માં વર્માજીનાં અસ્થી ગુજરાત લાવી એમની અંતિમ ઇચ્છનો સમાદાર કર્યો.

ગુજરાત સરકારે વર્માજીનાં વતન માંડવી-કચ્છમાં ' ક્રાંતિતીર્થ મેમોરિયલ બનાવ્યું છે જેની વેબસાઇટ http://www.krantiteerth.org/index-guj.html છે.

-પ્રો. નકુલસિંહ ગોહિલ 'ભદ્રેય'

Comments

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

જાણો સંસ્કૃત નાટકો વિષે.