એક ઉપહાર

એક ઉપહાર...

એક ઉપહાર એ બાઈને પણ આપજો,
જે તમારા ઘરનો રસ્તો રોજ સાફ કરે છે,

એક ઉપહાર એ બાઈને પણ આપજો,
જે તમારા ઘર-ઓફીસ સ્વચ્છ રાખે છે,

એક ઉપહાર એ ભાઈને પણ આપજો,
જે આખી રાત જાગી તમારા ઘરનું રક્ષણ કરે છે,

એક ઉપહાર એ મિસ્ત્રીભાઈને પણ આપજો,
જેણે તમારા ઘરનાં ટેબલ-ખુરશી-બારી-બારણા બનાવ્યા છે,

એક ઉપહાર એ લુહારભાઈને પણ આપજો,
જેણે તમારા ઘરની મજબુત ગ્રીલ બનાવી છે,

એક ઉપહાર એ ઈલેકટ્રીશિયનભાઈને પણ આપજો,
જે લાઈટ જતા તરત તમારા બારણે આવી ઉભા રહે છે,

એક ઉપહાર એ પ્લમ્બરભાઈને પણ આપજો,
જેણે તમારા ઘરમાં પાણીની વ્યવસ્થા કરી આપી છે,

એક ઉપહાર એ માળીભાઈને પણ આપજો,
જેણે આપેલા ફુલ-તોરણ થી તમારું ઘર સજાવો છો,

એક ઉપહાર એ શાકભાજીવાળાભાઈને પણ આપજો,
જેના તાજા શાકભાજી થી બનેલું ભોજન આપ જમો છો,

એક ઉપહાર એ ધોબીભાઈને પણ આપજો,
જેણે ઈસ્ત્રી કરેલા કડક કપડાં આપ પહેરો છો,

એક ઉપહાર એ વાણંદભાઈને પણ આપજો,
જે તમારા વાળ-દાઢી સરસ રીતે કરી આપે છે,

એક ઉપહાર એ મોચીભાઈને પણ આપજો,
જેણે ચમકાવેલા પગરખાં તમે પહેરો છો,

એક ઉપહાર એ ભાઈને પણ આપજો,
જેણે ચમકાવેલી તમારી ફોરવ્હીલ તમે રોજ લઈને નીકળો છો,

એક ઉપહાર એ ભાઈને પણ આપજો,
જે તમારા ઘરની ગટર સાફ કરી આપે છે,

કારણ કે આ બધાની મદદ વગર જીવવું મુશ્કેલ છે.

- નકુલસિંહ ગોહીલ 'ભદ્રેય'
૧૬ મે ૨૦૧૬.

Comments

  1. कृतज्ञता-संहिता; अगर दुनिया में सब लोग यह करने लगे तो दुनिया कश्मीर से भी सुन्दर बन जाय, नकुलभाई!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

જાણો સંસ્કૃત નાટકો વિષે.