શરમ આવે છે ને? (ભાવાનુવાદ)


शर्म आ रही है ना! – प्रसून जोशी

શરમ આવે છે ને ! (ભાવાનુવાદ)

શરમ આવે છે ને ?,
એ સમાજ ને,
જેણે એના જન્મ પર મન મૂકી ને ઉત્સવ નથી ઉજવ્યો!

શરમ આવે છે ને ?,
એ પિતાને,
જેણે એના દીકરી હોવા પર એક દીવો ઓછો પેટાવ્યો!

શરમ આવે છે ને ?,
એ રીતિઓને,
એ રીવાજો ને,
એ સાંકળો ને,
એ બારણાઓ ને,

શરમ આવે છે ને ?,
એ વડીલો ને,
જેણે એના અસ્તિત્વ ને માત્ર અંધકાર સાથે જોડ્યો!

શરમ આવે છે ને ?,
એ ઓઢણી ને,
એ પહેરવેશ ને,
જેણે એને અંદર થી જ તોડી!

શરમ આવે છે ને ?,
શાળાઓને,
ઓફિસો ને,
રસ્તાઓ ને,
ઈમારતો ને,

શરમ આવે છે ને ?,
એ શબ્દો ને,
એ ગીતો ને,
જેણે એને ક્યારેય એક શરીર થી વધારે સમજી નથી!

શરમ આવે છે ને ?,
રાજનીતિ ને,
ધર્મ ને,
જ્યાં વારંવાર અપમાનિત થયા એના સ્વપ્નો!

શરમ આવે છે ને ?,
સમાચારો ને,
આદર્શો ને,
દીવાલો ને,
તીક્ષ્ણ ભાલાઓ ને,

શરમ આવવી જોઈએ,
દરેક એવા વિચાર ને શરમ આવવી જોઈએ,
જેણે પાંખો એની કાપી હતી!

શરમ આવવી જોઈએ,
એવા દરેક વિચાર ને શરમ આવવી જોઈએ,
જેણે રોકી હતી એને ખુલા આકાશ તરફ જોતાં!

શરમ આવવી જોઈએ આપણને,
કારણ કે,
જયારે મુઠ્ઠીમાં સૂરજ લઈને નાનકડી દીકરી આપણી સામે ઉભી હતી,
ત્યારે આપણે એની આંગળીઓ માંથી છલકાતા કિરણોને જોઈ ન શક્યા!
પણ,
એનું ‘દીકરી’ હોવું જોઈ રહ્યાં હતાં!

એની મુઠ્ઠીમાં હતી આવનારી કાલ,
અને અપને બધા જોઈ રહ્યાં હતાં મેલી કરીને આજ,
પણ સૂરજે તો પ્રકાશ ફેલાવવાનો જ હતો,
દીકરી એ તો નવી સવાર સાથે આવવાનું જ હતું,

અને એ સવાર થઇ ને રહી!!

Comments

Popular posts from this blog

મહાકવિ કાલિદાસની કાવ્યકૃતિ "ઋતુસંહાર"

સંસ્કૃત સાહિત્યનાં મહાકવિ અને મહાન નાટ્યકાર કાલિદાસ

જાણો સંસ્કૃત નાટકો વિષે.